ચીન રહસ્યમય વિમાન મથક બાંધી રહ્યું છે ત્યાં અતિગૂઢ કાર્યવાહી ચાલી રહી છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : અમેરિકાના એરિયા - 51 જેવું ચાયના કોઈ ગૂઢ મથક બાંધી રહ્યું છે. તે સર્વવિદિત છે કે અમેરિકાએ નેવાડા અને ઉટાહના પર્વતો વચ્ચે રહેલાં એક તરફનો નજીક વિશાળ મકાન બાંધ્યું છે જેને એરિયા-૫૧ જેવું નામ આપ્યું છે. આ વિસ્તાર ફરતા ૩ કિ.મી. સુધી કોઇને પ્રવેશ નથી મળતો તેટલી તો આ એરિયા-૫૧ અંગે ગુપ્તતા રાખવામાં આવી છે. ત્યાં એલિયન્સના મૃતદેહો ડીપફ્રીઝમાં રાખ્યાં હોવાનું કહેવાય છે.
ચીનના ઉત્તર પશ્ચિમના ઝિંગ ઝયાંગ પ્રાંતનાં લોપનોર તપાવતી પાસે ચીન કોઈ રહસ્યમય બાંધકામ કરી રહ્યું છે. તે અંગે તેમ જાણવા મળ્યું છે કે ચીન તેનાં અતિ પ્રથમ તેવાં જે-૩૬ અને જે એક્સ ડી વિમાનોનાં ટેસ્ટિંગ માટે આ સૂકો અર્ધરણ પ્રદેશ પસંદ કર્યો છે. તે વિમાનો છઠ્ઠી પેઢીના સ્ટીલ્થ ફાયટર જેટ વિમાનો છે. તે ચેંગડુ અને શેન્યાંગ સ્થિત ફેકટરીમાં બનાવાયાં છે.
આ વિમાનો એટલાં પ્રબળ છે કે તેમને માટે ૧૬,૪૦૦ ફીટનો રન વે બાંધવામાં આવ્યો છે. આ રન-વે દુનિયામાં સૌથી લાંબો રન વે છે.
૨૦૨૦માં આ રન વે બાંધવો શરૂ કર્યો ત્યારે તે માત્ર ૩.૧ માઇલ જ લાંબો હતો. ત્યાં હેન્ગર્સ (વિમાન રાખવામાં ગેરેજ) પણ નાનાં હતાં. માત્ર થોડાં છૂટાં છવાયાં વાહનો જ આસપાસમાં જોવા મળતાં હતાં. ૨૦૨૩માં તે રન-વે વિસ્તારવામાં આવ્યો તે પછી ૨૦૨૫માં લંબાવાયો. જે ચીનનાં પ્રચંડ અને વ્યૂહાત્મક તેમાં સ્ટીલ્થ વિમાનો માટે વપરાય છે.
આશ્ચર્ય તે છે કે આ વિસ્તારના ઉત્તરના ભાગે ૪૦૦ ફીટ ડાયામીટરનું વિશાળ ગોળાકાર પેડ શા માટે બનાવાયું હશે ? આનો કોઈ જવાબ નથી મળતો. તે કદાચ વિમાનનું મુખ ફેરવવા ઉપયોગમાં લેવાનું હશે. વિમાન તેની ઉપર ઊભું રહે પછી તે ડીસ્ક ફરી વિમાનને જે દિશામાં રાખવું હોય તે દિશામાં રાખી દે છે. આ લોપનાર પાસેના ગુપ્ત વિસ્તારમાં રહેલાં છે.
ઉલ્લેખનીય છે કે ચીને ૧૯૬૪માં આ વિસ્તારમાં જ સૌથી પહેલો એટમ બોમ્બનો પ્રયોગ કર્યો હતો. ધી વૉર ઝોન નામક વેબ સાઇટે કેટલીએ સેટેલાઇટ ઇમેજીસ પ્રસિધ્ધ કરી છે. ઓગસ્ટ ૨૭મીએ પ્રસિધ્ધ કરાયેલી આ ઇમેજીસ પ્લેનેટ લેબે પણ પકડી છે. તેમાં બાંધકામનો વિસ્તાર સ્પષ્ટ દેખાય છે.




