પાકિસ્તાન સામે 48 રનથી હાર બાદ કેપ્ટન તિલક વર્માનું દર્દ છલકાયું, જણાવ્યું ભારતના હાથમાંથી મેચ કેમ સરકી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info
India A vs Pakistan A 2026: રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026ના હાઇવોલ્ટેજ મુકાબલામાં ભારત-Aને કટ્ટર હરીફ પાકિસ્તાન-A સામે 48 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં 49.2 ઓવરમાં 313 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 49.1 ઓવરમાં 265 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન તિલક વર્માએ સદી ફટકારી હતી, પરંતુ 149 બોલમાં 100 રનની (67.1 સ્ટ્રાઇક રેટ) તેમની અત્યંત ધીમી ઇનિંગ ટીમને જીત અપાવી શકી ન હતી. આ હાર બાદ કેપ્ટન તિલક વર્માએ હારના કારણો પર પોતાની વાત રજૂ કરી અને જણાવ્યું કે આખરે મુકાબલો ભારતના હાથમાંથી ક્યાં સરકી ગયો.
શાહબાઝની વિકેટથી જીતનું સમીકરણ બગડ્યું
મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન ઇન્ડિયા-Aના કેપ્ટન તિલક વર્માએ સ્વીકાર્યું કે જ્યારે ટીમને રન બનાવવાની ગતિ વધારવાની જરૂર હતી, ત્યારે જ વિકેટ પડતાં સમગ્ર સમીકરણ બગડી ગયું. તિલકે કહ્યું, 'અભિષેક શર્માએ જે રીતે શરૂઆત કરી હતી અને ત્યારબાદ વચ્ચે શાહબાઝ અહમદે મારી સાથે જે રીતે ભાગીદારી કરી હતી, તે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. પરંતુ કમનસીબે જ્યારે અમે ઝડપથી રન બનાવવા માગતા હતા, ત્યારે જ શાહબાઝ આઉટ થઈ ગયા. જો તેઓ માત્ર બે ઓવર વધુ ક્રિઝ પર રોકાયા હોત, તો હું આ મેચ ભારતના પક્ષમાં પૂરી કરી શક્યો હોત.'
શરૂઆતમાં સ્વિંગ અને વચ્ચે સતત વિકેટ પડતાં ભારત મુશ્કેલીમાં
બીજી ઇનિંગમાં પિચના મિજાજ અને પાકિસ્તાની ફાસ્ટ બોલરોના પ્રદર્શન અંગે વાત કરતાં તિલક વર્માએ કહ્યું, 'બીજી ઇનિંગની શરૂઆતની 10 ઓવરમાં બોલ થોડો સ્વિંગ થઈ રહ્યો હતો. તેનો શ્રેય પાકિસ્તાનના બંને ફાસ્ટ બોલરોને જાય છે, જેમણે ખૂબ જ સારી લાઇન અને લેન્થ પર બોલિંગ કરી હતી. પરંતુ તેની સાથે જ અમે મધ્યની ઓવરોમાં સતત વિકેટ ગુમાવી દીધી. જો આવું ન થયું હોત, તો અમે આ મુકાબલો 47મી કે 48મી ઓવરમાં જ જીતી લીધો હોત.'
જીત જ મારી સર્વશ્રેષ્ઠ ઇનિંગ, હાર બાદ શતકનું કોઈ મૂલ્ય નહીં
149 બોલમાં ફટકારેલી સંઘર્ષપૂર્ણ પરંતુ ધીમી સદી અંગે તિલકને પૂછવામાં આવ્યું કે શું જવાબદારી સાથે ઇનિંગને અંત સુધી લઈ જવાના દૃષ્ટિકોણથી આ તેમની સર્વશ્રેષ્ઠ બેટિંગ હતી? ત્યારે તેમણે ભાવુક જવાબ આપ્યો. તિલકે કહ્યું, 'હું એવું નહીં કહું. મારા માટે સર્વશ્રેષ્ઠ ઇનિંગ એ જ હોય છે, જેમાં આપણે મેચ જીતીએ. જો હું મેચ જીતી ન શકું, તો તે મારા માટે સર્વશ્રેષ્ઠ નથી. જોકે, હું હંમેશાં ઇનિંગને શક્ય તેટલી લાંબી લઈ જવા માગું છું અને આજે પણ મારો એ જ પ્રયાસ હતો. જો કોઈ અન્ય બેટરે મને સાથ આપ્યો હોત, તો હું મેચ જીતાડી શક્યો હોત. પરંતુ કેપ્ટન તરીકે તમારે જવાબદારી અને દબાણ ઉઠાવવું જ પડે છે અને મને તે કરવું ગમે છે.'




