Get The App

ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય 1 - image


Char Dham Yatra 2026 : ભારતની સૌથી પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થયાત્રાઓમાંની એક એવી ચારધામ યાત્રા-2026નો પ્રારંભ થઈ ગયો છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ અક્ષય તૃતીયાના શુભ અવસરે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં મંદિરના દ્વાર ખુલવાની સાથે જ લાખો શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવ્યો છે.

હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી આ યાત્રા હિમાલયની ઉંચાઈઓ પર સ્થિત ચાર મુખ્ય ધામો યમુનોત્રી, ગંગોત્રી, કેદારેશ્વર અને બદ્રીનાથ સાથે જોડાયેલી છે. માન્યતા મુજબ આ યાત્રા કરવાથી વ્યક્તિને આત્મિક શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંપરા અનુસાર યાત્રાની શરૂઆત યમુનોત્રીથી થાય છે અને ત્યારબાદ ગંગોત્રી, કેદારનાથ અને અંતે બદ્રીનાથના દર્શન કરવામાં આવે છે.

આ પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

ચાર ધામ યાત્રાનું શેડ્યૂલ : કેદારનાથ ધામના કપાટ આવતીકાલે ખુલશે

  • યમુનોત્રી ધામ 19 એપ્રિલથી 11 નવેમ્બર સુધી ખુલ્લું રહેશે
  • ગંગોત્રી ધામ 19 એપ્રિલથી 10 નવેમ્બર સુધી દર્શનાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે
  • કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલના રોજ ખોલવામાં આવશે જે 11 નવેમ્બર સુધી ખુલ્લા રહેશે.
  • ત્યારબાદ બદ્રીનાથ ધામ 23 એપ્રિલથી 13 નવેમ્બર સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે.

આ પણ વાંચો : ચૂંટણીમાં વિચિત્ર નિયમ! રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત