India

જ્યાં દેશનો પ્રથમ હાઈડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો ત્યાં હજુ વીજળી નથી પહોંચી

By GS TEAM
22 Dec 20252 mins read
TukuTouch Logo
એક તરફ ભારત ડિજિટલ ક્રાંતિ અને ચંદ્ર-મંગળ સુધી પહોંચવાની વાતો કરે છે, તો બીજી તરફ આઝાદીના સાત દાયકા બાદ પણ દેશમાં એક એવું ગામ છે જ્યાં હજુ સુધી વીજળીનો પહેલો બલ્બ પણ નથી ટિમટિમ્યો. હિમાચલ પ્રદેશનો ચંબા જિલ્લો, જેણે 117 વર્ષ પહેલાં એટલે કે 1908માં ભારતને પોતાનો પ્રથમ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આપીને ઈતિહાસ રચ્યો હતો, તે જ જિલ્લાનું 'તિલંગ' ગામ આજે પણ ઘોર અંધકારમાં જીવવા મજબૂર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્યાં દેશનો પ્રથમ હાઈડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો ત્યાં હજુ વીજળી નથી પહોંચી
(AI IMAGE) 

Chamba Village Without Power Supply: એક તરફ ભારત ડિજિટલ ક્રાંતિ અને ચંદ્ર-મંગળ સુધી પહોંચવાની વાતો કરે છે, તો બીજી તરફ આઝાદીના સાત દાયકા બાદ પણ દેશમાં એક એવું ગામ છે જ્યાં હજુ સુધી વીજળીનો પહેલો બલ્બ પણ નથી ટિમટિમ્યો. હિમાચલ પ્રદેશનો ચંબા જિલ્લો, જેણે 117 વર્ષ પહેલાં એટલે કે 1908માં ભારતને પોતાનો પ્રથમ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આપીને ઈતિહાસ રચ્યો હતો, તે જ જિલ્લાનું 'તિલંગ' ગામ આજે પણ ઘોર અંધકારમાં જીવવા મજબૂર છે. 

કુદરતી સૌંદર્યથી ભરપૂર આ ગામમાં રહેતા પરિવારો માટે પાયાની સુવિધાઓ આજે પણ એક સપનું બનીને રહી ગઈ છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ ગામમાં માત્ર 7-8 પરિવારો વસે છે, પરંતુ વીજળી જેવી પાયાની સુવિધાના અભાવે તેમનું જીવન અત્યંત દુષ્કર બની ગયું છે.

મોબાઈલ ચાર્જ કરવા માટે 2 કલાકની પદયાત્રા

ગામની ખરાબ સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગ્રામજનોએ પોતાનો મોબાઈલ ચાર્જ કરવા માટે પણ આશરે બે કિલોમીટર પગપાળા ચાલીને પડોશી ગામે જવું પડે છે, જેમાં બે કલાક જેટલો સમય વેડફાય છે. વીજળીના અભાવે બાળકોનો અભ્યાસ અને રોજિંદા કામો ખોરવાય છે, જેના કારણે કંટાળીને અનેક લોકોએ ગામ છોડવાનું શરૂ કરી દીધું છે. 

એટલું જ નહીં, ગામમાં રોડ-રસ્તાની સુવિધા પણ ન હોવાથી કોઈ બીમાર પડે ત્યારે દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે 8-10 લોકોએ ખભા પર ઊંચકીને પહાડી રસ્તાઓ કાપવા પડે છે. લગ્ન જેવા પ્રસંગોમાં માંડ-માંડ જનરેટરની વ્યવસ્થા કરવી પડે છે, જે આર્થિક રીતે પણ ઘણું મોંઘું પડે છે.

આ પણ વાંચો: એર ઈન્ડિયાના વિમાને ઉડાન ભરતાં જ જમણું એન્જિન બંધ, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

એશિયાનો પહેલો પાવર પ્રોજેક્ટ આપનાર જિલ્લાની શરમજનક સ્થિતિ

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે તેમના ગામથી માત્ર 200-300 મીટર દૂર આવેલા અન્ય ગામોમાં વીજળી પહોંચી ગઈ છે, છતાં તિલંગ ગામની અવગણના થઈ રહી છે. ગ્રામજનોએ અનેકવાર લોકપ્રતિનિધિઓને રજૂઆત કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. 

ગામના યુવાનોનું કહેવું છે કે જ્યારે દુનિયા મંગળ પર જીવન શોધી રહી છે, ત્યારે તેઓ હજુ અંધારામાં જીવે છે. જો આ વિસ્તારમાં વીજળી અને રસ્તા પહોંચે તો આ અજાણ્યું સ્થળ એક સુંદર પર્યટન કેન્દ્ર બની શકે છે, જે સ્થાનિકોને રોજગારી પણ પૂરી પાડી શકે છે. 1908માં એશિયાનો બીજો સૌથી મોટો પાવર પ્રોજેક્ટ બનાવનાર આ જિલ્લામાં સરકારની આવી નિષ્ફળતા ખરેખર શરમજનક છે.