Gen-Z આંદોલન: સરકારનો દાવો- અમે વાતચીત માટે તૈયાર, ચાર વખત ઓફર કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NEET પેપર લીક વિવાદમાં જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે આંદોલનકારીઓ અને 'કોકરોચ જનતા પાર્ટી'(CJP) તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પ્રદર્શનકારીઓને સ્પષ્ટ સંદેશ આપતાં જણાવ્યું છે કે સરકાર તેમની સુવિધા મુજબ "કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે" ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
મામલાનો ઝડપી ઉકેલ લાવવા માટે સરકારે ગઈકાલ બપોરથી અત્યાર સુધીમાં વાતચીત માટેના 4 સત્તાવાર પ્રસ્તાવો મોકલી આપ્યા છે.
"અમે અહમ પર નથી ઊભા": જિતેન્દ્ર સિંહ અને જેપી નડ્ડા રહેશે હાજર
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી હતી કે આ બેઠકમાં તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા પણ ખાસ હાજર રહેશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર કોઈ પણ પ્રકારના અહમ કે પ્રતિષ્ઠાના મુદ્દા પર અડીને બેઠી નથી અને યુવાનોના હિતમાં ચર્ચા કરવા માંગે છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું નિવેદન: "ગઈકાલ બપોરથી જ સરકારે તેમના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવા માટે 4 સત્તાવાર પ્રસ્તાવો મોકલ્યા છે... અમારા તમામ યુવા મિત્રોને આ ખુલ્લું આમંત્રણ છે કે સરકાર તમારી અનુકૂળતા મુજબ, કોઈપણ સમયે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. આ ચર્ચા જેપી નડ્ડાજીની ઑફિસ કે તેમના નિવાસસ્થાને થઈ શકે છે. અમે પ્રતિષ્ઠા પર ઊભા નથી. હું અને જેપી નડ્ડાજી આ ચર્ચામાં હાજર રહીશું. ધીમે ધીમે, ચર્ચા દ્વારા આપણે ઉકેલ તરફ આગળ વધીશું. નમ્રતાપૂર્વક, હું તમને બધાને આવીને ચર્ચા કરવા અપીલ કરું છું."
PM મોદીની ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત બાદ સરકારનો મોટો નિર્ણય
ઉલ્લેખનીય છે કે આ અપીલ પહેલા જ ગુરુવારે સવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં જાહેરાત કરી હતી કે NEET પેપર લીકના દોષિતોને ઝડપથી કડકમાં કડક સજા અપાવવા માટે સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ(Fast Track Court)ની રચના કરશે.
PMની આ જાહેરાત બાદ જ સરકારે યુવાનો અને વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓને શાંત પાડવા અને સંવાદ સાધવા માટે સતત ચાર પ્રસ્તાવો મોકલીને મોટો નિર્ણય લીધો છે.
હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકારના આ "તમારો સમય, તમારું સ્થળ" વાળા પ્રસ્તાવ બાદ પ્રદર્શનકારીઓ અને CJPના નેતાઓ વાતચીતના ટેબલ પર પાછા આવે છે કે પછી પોતાનું વિરોધ પ્રદર્શન યથાવત રાખે છે.









