India

NTAને મજબૂત કરવા કેન્દ્રનો મોટો નિર્ણય, GM સ્તરના 4 સિનિયર ઓફિસર્સની થશે નિમણૂક

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
NEET પેપર લીક વિવાદ બાદ NTAએ સુધારા માટે કમર કસી છે. સંસ્થાને વધુ પારદર્શક બનાવવા જનરલ મેનેજર સ્તરના 4 સિનિયર પદો પર કોન્ટ્રાક્ટ આધારિત ભરતીની જાહેરાત કરાઈ છે. આ નિમણૂકો 3 વર્ષ માટે થશે, જેમાં સંશોધન, ઓપરેશન્સ, સાયબર સુરક્ષા અને વિજિલન્સનો સમાવેશ થાય છે. CBI-ED સાથે સંકલન થશે. UPSCના 'પ્રતિભા સેતુ' પોર્ટલ દ્વારા 16 યંગ પ્રોફેસનલ્સની પણ ભરતી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

NTAને મજબૂત કરવા કેન્દ્રનો મોટો નિર્ણય, GM સ્તરના 4 સિનિયર ઓફિસર્સની થશે નિમણૂક

NTA Reforms : દેશભરમાં નીટ (NEET) પેપર લીક વિવાદને લઈને ચાલી રહેલા બબાલ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પોતાની સંસ્થાકીય રચનાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાના હેતુથી મોટા પગલાં ભર્યા છે. NTAએ જનરલ મેનેજર સ્તરના 4 સિનિયર પદો પર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પદો પર શરૂઆતી નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવશે.

સંશોધન, ઓપરેશન્સ અને સાયબર સુરક્ષા માટે નિમણૂક

અસેસમેન્ટ રિસર્ચ અને સાયકોમેટ્રિક્સના જનરલ મેનેજર પરીક્ષા, મૂલ્યાંકન, પ્રશ્ન બેંક, નોર્મલાઇઝેશન અને AI આધારિત ટેકનોલોજી પર કામ કરશે. ટેસ્ટ સેન્ટર નેટવર્ક અને ઓપરેશન્સના જનરલ મેનેજર દેશભરના 500થી વધુ શહેરોમાં આવેલા પરીક્ષા કેન્દ્રોની ગુણવત્તા અને કામગીરીની દેખરેખ રાખશે. આ સિવાય ઈન્ફોર્મેશન સિક્યોરિટીના જનરલ મેનેજરને NTAના ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર બનાવવામાં આવશે, જેઓ તમામ સિસ્ટમ, નેટવર્ક અને ડેટાની સાયબર સુરક્ષા સંભાળશે.

વિજિલન્સ અને તપાસ માટે CBI-ED સાથે કોઓર્ડિનેશન

વિજિલન્સ, તપાસ અને ડિજિટલ ફોરેન્સિક વિભાગના જનરલ મેનેજર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને નકલ જેવા કેસોની તપાસ હાથ ધરશે. આ અધિકારી CBI, IB, ED, પોલીસ અને સાયબર ક્રાઇમ યુનિટ સાથે સીધું સંકલન સાધીને કામ કરશે.

UPSCના પ્રતિભા સેતુ પોર્ટલથી 16 યંગ પ્રોફેસનલ્સની ભરતી

NTA પહેલીવાર UPSCના 'પ્રતિભા સેતુ' પોર્ટલ દ્વારા 16 યંગ પ્રોફેસનલ્સની ભરતી કરવા જઈ રહ્યું છે. જે યુવાનોએ સિવિલ સેવા પરીક્ષા આપી છે તેમાંથી જ આ નિમણૂકો થશે. જેમાં 12 પદ એકેડેમિક રિસર્ચ, 2 પદ લીગલ રિસર્ચ અને 2 પદ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ માટે રાખવામાં આવ્યા છે. તેમની નિમણૂક શરૂઆતમાં 24 મહિના માટે થશે, જેને કામગીરીના આધારે 36 મહિના સુધી લંબાવી શકાશે.

પ્રો. રાધાકૃષ્ણન સમિતિની ભલામણો પર અમલ

આ તમામ પ્રક્રિયા પ્રો.કે.રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી હાઇ લેવલ કમિટીની ભલામણોના આધારે હાથ ધરવામાં આવી રહી છે. આ સિવાય NTA એ વિષય નિષ્ણાતો અને ટ્રાન્સલેટર્સની નવી પેનલ બનાવવા માટે અલગથી 'એક્સપીરીયન્સ ઓફ ઈન્ટરેસ્ટ' પણ બહાર પાડ્યું છે.