Get The App

નીટ પેપર લીક મામલે સીબીઆઇના અનેક સ્થળે દરોડા, પાંચની ધરપકડ

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
નીટ પેપર લીક મામલે સીબીઆઇના અનેક સ્થળે દરોડા, પાંચની ધરપકડ 1 - image

જયપુર, ગુરુગ્રામ, નાસિકમાંથી પેપર ફોડનારા ઝડપાયા

નીટ પરીક્ષા વ્યવસ્થામાં સુધારાની જરૂર :  મેડિકલ સંગઠન સુપ્રીમ પહોંચ્યું, સીબીઆઇ દ્વારા અનેક મોબાઇલ, લેપટોપ જપ્ત

નવી દિલ્હી: નીટ-યુજીનું પેપર લીક થઇ ગયું છે, જેને પગલે પરીક્ષા જ રદ કરી દેવી પડી હતી. કેન્દ્ર સરકારે આ સમગ્ર મામલો સીબીઆઇને સોંપ્યો હતો, સીબીઆઇ દ્વારા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ જયપુર, ગુરુગ્રામ, નાસિકથી ઝડપાયા છે. તપાસ હાથમાં લીધા બાદ કેન્દ્રીય એજન્સી સીબીઆઇ દ્વારા દેશભરમાં તપાસ અભિયાન ચલાવાયંુ છે અને અનેક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. 

સીબીઆઇ દ્વારા જયપુરથી માંગીલાલ બિવાલ, વિકાસ બિવાલ, દિનેશ બિવાલ જ્યારે ગુુરુગ્રામથી યશ યાદવ, નાસિકથી શુભમ ખૈરનરનો સમાવેશ થાય છે. શુભમને નાસિકથી દિલ્હી લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક મેજિસ્ટ્રેટ દ્વારા શુભમના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

 સીબીઆઇના દરોડામાં અનેક મોબાઇલ ફોન, લેપટોપ્સ સહિતના ડિજિટલ ડિવાઇસ જપ્ત કરાયા છે, જેને વધુ માહિતી મેળવવા માટે ફોરેન્સિંક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ મામલે સીબીઆઇ દ્વારા હજુ પણ કેટલાકની ધરપકડ કરવામાં આવી શકે છે. 

બુધવારે સીબીઆઇની ટીમ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએના હેડક્વાર્ટર્સ પર પહોંચી હતી અને નીટ-યુજી પરીક્ષાના વિવિધ પુરાવા કે દસ્તાવેજો એકઠા કર્યા હતા. 

સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં સામેલ અધિકારીઓની સાથે પણ એજન્સીએ વાતચીત કરી હતી. રાજસ્થાનથી શંકાસ્પદ ઝડાપાયા બાદ સમગ્ર મામલે નવા રાજ ખુલતા ગયા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો દાવો છે કે ધરપકડ કરાયેલો દિનેશ બિવાલ ભાજપ સાથે જોડાયેલો છે, ભાજપે આ આરોપોને ફગાવ્યા હતા. 

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નીટનુ પેપર રાજસ્થાનના અને હાલ કેરળમાં એમબીબીએસનો અભ્યાસ કરનારા એક વિદ્યાર્થી દ્વારા પોતાના રાજસ્થાન સ્થિત મિત્રોને મોકલવામા ંઆવ્યું હતું. જેમાં હરિયાણાના એક શખ્સનો પણ હાથ છે. બીજી તરફ મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટની ગુહાર લગાવી છે, અને જે પરીક્ષા પદ્ધતિ છે તેમાં મોટાપાયે ફેરફાર કરવાની માગણી કરી છે. 

હાલ ઠેરઠેર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. એબીવીપી, એનએસયુઆઇ, એઆઇએસએ સહિતના વિદ્યાર્થી સંગઠનોના લોકો રસ્તા પર ઉતર્યા હતા.