India

અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ! 75000 ભારતીયોઓએ UK છોડ્યું, જાણો કારણ

By GS Team
22 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકા પછી હવે બ્રિટન (UK)માં પણ વિદેશી નાગરિકો અને ખાસ કરીને ભારતીયોમાં એક અવળો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક તરફ ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા અને બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા પર જવાનું પ્રમાણ ઓછું કર્યું છે, તો બીજી તરફ માત્ર એક જ વર્ષમાં 75 હજાર ભારતીયોએ બ્રિટન છોડી દીધું છે. બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, સરકારની આકરી વિઝા નીતિના કારણે દેશ છોડનારા વિદેશીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ! 75000 ભારતીયોઓએ UK છોડ્યું, જાણો કારણ

Indians Leaving UK: અમેરિકા પછી હવે બ્રિટન (UK)માં પણ વિદેશી નાગરિકો અને ખાસ કરીને ભારતીયોમાં એક અવળો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક તરફ ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા અને બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા પર જવાનું પ્રમાણ ઓછું કર્યું છે, તો બીજી તરફ માત્ર એક જ વર્ષમાં 75 હજાર ભારતીયોએ બ્રિટન છોડી દીધું છે. બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, સરકારની આકરી વિઝા નીતિના કારણે દેશ છોડનારા વિદેશીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.

2025માં 1.70 લાખ વિદેશીઓએ બ્રિટન છોડ્યું, જેમાં ભારતીયો ટોપ પર

સરકારી રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 દરમિયાન કુલ 1,70,000 વિદેશી નાગરિકોએ બ્રિટન છોડવાનું પસંદ કર્યું હતું, જેમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. એક જ વર્ષના ગાળામાં સ્ટુડન્ટ વિઝા પર યુકે આવેલા 51,000 ભારતીય વિદ્યાર્થીઓએ બ્રિટન છોડીને સ્વદેશ પરત ફરવાનું કે અન્ય દેશમાં જવાનું મુનાસિબ માન્યું હતું.

રોજગાર (વર્ક વિઝા) માટે ગયેલા ભારતીયોમાંથી 21,000 લોકોએ બ્રિટનને અલવિદા કહી દીધું છે. આ સિવાય જુદા જુદા કારણોસર યુકેમાં સ્થાયી થયેલા અન્ય 3,000 ભારતીયો મળીને કુલ 75,000 લોકોએ બ્રિટન છોડી દીધું છે. બ્રિટન છોડવાની આ યાદીમાં ભારત પછી 46 હજાર નાગરિડકો સાથે ચીન બીજા ક્રમે, જ્યારે 19 હજાર નાગરિકો સાથે પાકિસ્તાન અને નાઈજીરિયા ત્રીજા ક્રમે છે.

બ્રિટન આવતા ભારતીયોમાં 47 ટકાનો મોટો ઘટાડો

સરકારી આંકડાઓમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ એ પણ થયો છે કે, છેલ્લાં વર્ષોમાં વર્ક રિલેટેડ (કામકાજ આધારિત) વિઝા પર બ્રિટન આવતા ભારતીયોની સંખ્યામાં 47 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021માં કોવિડ મહામારી બાદ બ્રિટને નવી અને આકરી વિઝા પોલિસી લાગુ કરી હતી. તે પછી બ્રિટનમાં સતત વડાપ્રધાનો બદલાતા રહ્યા અને તેમની સાથે પૉલિસીમાં પણ સતત ફેરફારો થતા રહ્યા, જેની સીધી નકારાત્મક અસર વિદેશી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ પર પડી છે.

આ મુદ્દે વર્તમાન લેબર પાર્ટીની સરકારના ગૃહમંત્રી શબાના મહેમૂદે બચાવ કરતા જણાવ્યું હતું કે, આ આંકડો અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારના સમયનો છે અને તેના કરતા ઘણો ઓછો છે. કન્ઝર્વેટિવ સરકારો વખતે 9.44 લાખ વિદેશી નાગરિકોએ દેશ છોડ્યો હતો.

આ કેટેગરીમાં હજુ પણ ભારતીયો મોખરે

નવી વિઝા પોલિસીની આકરી અસરો વચ્ચે પણ બ્રિટન દ્વારા સ્કેલ્ડ વર્કર્સ અને હેલ્થ કેર સેક્ટરમાં ભારતીયોને આકર્ષવાના પ્રયાસો ચાલુ રખાયા છે. આ વિઝા કેટેગરી હેઠળ બ્રિટને 1.07 લાખ ભારતીયોને આવકાર્યા છે, જ્યારે 86 હજાર સાથે નાઈજીરિયા બીજા ક્રમે છે. સ્કેલ્ડ બેઝ્ડ વિઝા મેળવવામાં પણ ભારતીયો દુનિયામાં પહેલા ક્રમે છે. બ્રિટને એક જ વર્ષમાં 89,851 ભારતીયોને આ વિઝા આપ્યા છે, જ્યારે 16,607 નાગરિકો સાથે પાકિસ્તાન બીજા ક્રમે છે.

ગ્રેજ્યુએશન આધારિત આપવામાં આવતા વિઝામાં 70 હજાર ભારતીયોનો સમાવેશ થાય છે અને ગ્રાન્ટેડ સ્પોન્સર્ડ વિઝા મેળવવામાં પણ ભારતીય નાગરિકો સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે.