India

વૈશ્વિક દબાણને પહોંચી વળવા બ્રિક્સ દેશો અનાજ માર્કેટ ઉભું કરે : પુતિન

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને નવી દિલ્હીમાં BRICS સમિટમાં ભાગ લીધો હતો. તેમણે BRICS દેશોને વૈશ્વિક દબાણ સામે લડવા એક થવા હાકલ કરી હતી. પુતિને વિશાળ અનાજ બજાર અને વીમા માળખું બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુક્રેન યુદ્ધ વચ્ચે પશ્ચિમી પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાએ BRICS દેશોને આર્થિક વિકાસમાં પરસ્પર મદદ કરવા જણાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક દબાણને પહોંચી વળવા બ્રિક્સ દેશો અનાજ માર્કેટ ઉભું કરે : પુતિન

નવી દિલ્હી : રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન બ્રિક્સ દેશોના સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા, તેમણે રવિવારે બ્રિક્સ દેશોને એક થવા માટે આહવાન કર્યું હતું. પુતિને વૈશ્વિક દબાણ સામે પહોંચી વળવા માટે બ્રિક્સનું એક વિશાળ અનાજ માર્કેટ અને ઇન્શ્યોરંસ ફ્રેમવર્ક તૈયાર કરવા કહ્યું હતું.
પુતિને આર્થિક વિકાસ માટે બ્રિક્સ દેશોને એકબીજાને મદદ કરવા માટે પણ કહ્યું હતું, યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે પશ્ચિમ દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો મુક્યા છે. એવા સમયે પુતિને ગ્લોબલ સાઉથ દેશોને એક થવાનું આહવાન કર્યું હતું. જી-૭ દેશો અને યુરોપિયન યુનિયન તેમજ બ્રિટને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી કરવા પર, ટ્રાન્સપોર્ટ કરવા પર પશ્ચિમી કંપનીઓ પર પ્રતિબંધો મુક્યા હતા. એવા સમયે પુતિને કહ્યું હતું કે આપણી પાસે શ્રમિકો, મુડી અને ટેક્નોલોજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે સ્વતંત્ર રસ્તા છે. બ્રિક્સ સમિટની પુર્ણાહુતી સમયે અપાયેલા નિવેદનમાં પુતિને કહ્યું હતું કે આપણી પાસે બ્રિક્સ દેશોના એક વિશાળ અનાજ માર્કેટ અને ઇન્શ્યોરંસ માળખુ તૈયાર કરવાની સારી તક છે, આ રશિયા તરફથી બ્રિક્સ દેશો માટે એક પ્રસ્તાવ પણ છે અને અમે તમામ સભ્ય દેશોને આ માટે આમંત્રણ પણ આપીએ છીએ. બ્રિક્સ દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રસ વધી રહ્યો છે. બ્રિક્સ દેશો જ એકબીજાના વિકાસમાં મદદરૂપ થાય તે દિશામાં પણ પ્રયાસ થવા જોઇએ તેમ રશિયાના પ્રમુખ પુતિને કહ્યું હતું. બ્રિક્સે માત્ર પોતાના સાથી દેશો માટે જ નહીં તમામ અન્ય મિત્ર દેશો માટે પણ દરવાજા ખોલતા સિદ્ધાંતો અપનાવવા જોઇએ.