India

દિલ્હીમાં 3 માળની ઈમારત ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા, રેસ્ક્યૂ શરૂ

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
દક્ષિણ પશ્ચિમ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ છે. બપોરે 1:30 વાગ્યે ફાયર બ્રિગેડને જાણ કરાતા 5 વાહનો સાથે ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. પોલીસ અને સ્થાનિકો સાથે મળીને બચાવ કામગીરી ચાલી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં 3 માળની ઈમારત ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા, રેસ્ક્યૂ શરૂ

Delhi Building Collapsed : દક્ષિણ પશ્ચિમ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થઈ ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટના બાદથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ ઇમારત ત્રણ માળની હોવાના અહેવાલ છે.

ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર તેમને લગભગ દોઢ વાગ્યો ઈમરજન્સી હેલ્પ માટે કૉલ આવ્યો હતો ત્યારે પાંચ જેટલા વાહનો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારે તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. હાલમાં તમામ લોકો સ્થાનિકો સાથે મળીને કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ ઈમારતમાં પીજી ચાલતુ હોવાની માહિતી સામે આવી રહી છે જેના કારણે ઈમારત ધરાશાયી થતાં તેમાં ઘણા વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે એનએસયુઆઈ સરકાર પર ભડકી હતી અને આ ઘટનાને ચિંતાજનક ગણાવી હતી. આ ઈમારતમાં ડીયુમાં ભણતાં ઘણા વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.