15 ઑગસ્ટ પહેલા જ દિલ્હીમાં ઍરપૉર્ટ, હાઇકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી; તપાસનો ધમધમાટ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Bomb Threat Independence Day : સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટી હલચલ સામે આવી છે. જ્યાં દિલ્હી હાઇકોર્ટ, આઇજીઆઇ ઍરપૉર્ટ(IGI Airport) અને ઝંડેવાલાન સહિત રાજધાનીની કુલ છ જગ્યાઓ પર બોમ્બની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. દિલ્હી હાઇકોર્ટને ઈ-મેઇલના માધ્યમથી આ ધમકી મળી હતી, ત્યારબાદ તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા હાઇકોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
કઈ-કઈ જગ્યાઓને મળી છે ધમકી?
સામને આવેલી વિગતો અનુસાર, હાઇકોર્ટ ઉપરાંત નીચે મુજબની જગ્યાઓ પર પણ બોમ્બની ધમકી મળવાની માહિતી સામે આવી છે:
- દિલ્હી હાઇકોર્ટ અને જામનગર હાઉસ.
- ઝંડેવાલાન વિસ્તાર
- એમબી સાકેત સ્થિત ડીએમ કાર્યાલય.
- આઇજીઆઇ ઍરપૉર્ટનું ટર્મિનલ-3
- દિલ્હી સ્થિત જામનગર હાઉસ
દિલ્હી કેન્ટનું એસડીએમ કાર્યાલય.
આ તમામ સ્થળો પર સંબંધિત સુરક્ષા ટીમો અને ફાયરની ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીની તપાસમાં કોઈપણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
15 ઑગસ્ટને પગલે સઘન સુરક્ષા
દિલ્હી હાઇકોર્ટને ધમકી મળ્યા બાદ રજિસ્ટ્રાર જનરલ દિલ્હી પોલીસના સતત સંપર્કમાં છે અને સુરક્ષા પ્રોટોકોલ હેઠળ તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી 15 ઑગસ્ટના રાષ્ટ્રીય પર્વને ધ્યાનમાં રાખીને દિલ્હી સહિત દેશભરમાં પહેલેથી જ સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી છે. તમામ વ્યૂહાત્મક સ્થળો, ભીડભાડવાળા વિસ્તારો અને આવવા-જવાના માર્ગો પર પોલીસકર્મીઓની વિશેષ તૈનાતી કરાઈ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરવાના છે.









