બિટકોઈન કૌભાંડ મામલે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bitcoin Scam Case : બિટકોઈન કૌભાંડ મામલે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન આપી દેવામાં આવ્યા છે. મુંબઈમાં આવેલી પીએમએલએ કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. બિટકોઈન સાથે સંકળાયેલું આ કૌભાંડ 150 કરોડનું છે. એક દિવસ અગાઉ જ મુંબઈની સ્પેશિયલ કોર્ટે રાજ કુંદ્રા વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું હતું. ઈડીની ચાર્જશીટને ધ્યાનમાં લેતા કોર્ટે આ કાર્યવાહી કરી હતી. આ મામલે દુબઈ સ્થિતિ બિઝનેસમેન રાજેશ સતીજાને પણ સમન્સ મોકલાયું હતું. બંનેને કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો હતો.
શું છે સમગ્ર મામલો?
EDએ સપ્ટેમ્બર 2025માં PMLA હેઠળ નોંધાયેલા કેસમાં સ્પેશિયલ કોર્ટમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં રાજ કુન્દ્રા અને રાજેશ સતીજાને આરોપી બનાવવામાં આવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે, કુખ્યાત 'ગેન બિટકોઈન પોન્ઝી કૌભાંડ'ના માસ્ટરમાઈન્ડ અને પ્રમોટર અમિત ભારદ્વાજે રાજ કુન્દ્રાને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગ ફાર્મ શરૂ કરવા માટે 285 બિટકોઈન આપ્યા હતા.
જોકે, આ સોદો આગળ વધી શક્યો નહોતો, પણ EDનો દાવો છે કે આ 285 બિટકોઈન આજે પણ રાજ કુન્દ્રા પાસે જ છે, જેની હાલની કિંમત 150 કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કુન્દ્રાએ આ વ્યવહારમાં પોતાની જાતને માત્ર એક મધ્યસ્થી ગણાવ્યા હતા, પરંતુ આ વાત સાબિત કરવા માટે તે કોઈ મજબૂત દસ્તાવેજો રજૂ કરી શક્યો નથી.
રાજ કુન્દ્રા અને મહેન્દ્ર ભારદ્વાજ વચ્ચે થઈ હતી ડીલ
ED અનુસાર, 'ટર્મ શીટ' સમજૂતી સાબિત કરે છે કે અસલી સોદો રાજ કુન્દ્રા અને અમિત ભારદ્વાજ વચ્ચે જ થયો હતો, તેથી કુન્દ્રાનો માત્ર 'મધ્યસ્થી' હોવાનો દાવો માન્ય નથી. તપાસ એજન્સીએ નોંધ્યું છે કે સાત વર્ષ પછી પણ કુન્દ્રાને પાંચ હપ્તામાં મળેલા બિટકોઈનની ચોક્કસ સંખ્યા યાદ છે, જે સાબિત કરે છે કે તે જ આ વ્યવહારનો અસલી લાભાર્થી છે.








