ટાટા સન્સ-ટાટા ટ્રસ્ટ વચ્ચે ચંદ્રાની નિમણૂકને લઈને બોર્ડરૂમ બેટલ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારતીય કોર્પોરેટ જગતનો સૌથી મોટો સઘર્ષ શરૂ થવાના સંકેતો
- ટાટા સન્સના બોર્ડે 4-1ના મતદાનથી ચંદ્રશેખરનની નિમણૂક કરી, એકમાત્ર નોએલ ટાટાએ વિરોધ કર્યો
મુંબઈ : ટાટા જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ અને ટાટા સન્સમાં ૬૬ ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ વચ્ચે ચંદ્રાની નિમણૂક અને કોર્પોરેટ મુદ્દાઓને લઈનર્બોર્ડરૂમ બેટલ શરુ થઈ ગઈ છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રાની બીજા પાંચ વર્ષની મુદ્દત માટે નિમણૂક કરતો ઠરાવ ૪-૧થી પસાર કર્યો છે. જ્યારે ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ આ નિમણૂકનો વિરોધ કરીને તેને ગેરકાયદે ગણાવી છે
ફક્ત એટલું જ નહીં તેમણે ભારતના પૂર્વ ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડનો અભિપ્રાય પણ મેળવી લીધો છે, જે તેમનું સમર્થન કરે છે. ટાટા સન્સે મહિના પહેલાં જ રાજીનામુ આપનારા ટાટા સન્સના ચેરમેન ચંદ્રાશેખરનને ફરીથી બીજા પાંચ વર્ષ સુધી હોદ્દા પર રહેવા મનાવી લીધા છે. જ્યારે નોએલ ટાટાનું કહેવું છે કે તેઓ ચંદ્રાશેખરને આપેલા રાજીનામા પર કાયમ છે અને ટાટા ટ્રસ્ટે તો તેમને ટાટા સન્સને આ માટે સિલેકશન કમિટી રચવાની પણ સૂચના આપી હતી.
આશ્ચર્યની વાત એ છે કે આ જ ટાટા સન્સે ગયા વર્ષે ૨૮ જુલાઈ ૨૦૨૫ના રોજ ચંદ્રાશેખરનની નિમણૂકને તેમનો વર્તમાન કાર્યકાળ પછી બીજા પાંચ વર્ષ માટે નીમવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો ત્યારે નોએલ ટાટાને કોઈ વાંધો ન હતો. તેના પછી ફેબુ્રઆરી ૨૦૨૬માં આશ્ચર્યજનક રીતે ચંદ્રશેખરનના કાર્યકાળને લબાવવાનો નિર્ણય લેવાયો ન હતો. તેના પછી મે અને જુનમાં યોજાયેલી બેઠકો પણ પરિણામ વગરની રહી હતી. તેના પગલે કંટાળેલા ચંદ્રશેખરને રાજીનામુ આપી દીધુ હતુ. અહીં વાંધો ફક્ત એટલો જ હોવાનું મનાય છે કે રિઝર્વ બેન્ક હવે ટાટા સન્સને અપર લેયરની એનબીએફસી રહેવા દેવા માંગતી નથી અને તેનું વહેલામાં વહેલી તકે શેરબજારમાં લિસ્ટિંગ થાય તેમ ઇચ્છે છે. હવે નોએલ ટાટા ચંદ્રશેખરન પાસેથી ખાતરી માંગી રહ્યા છે કે તેઓ કોઈપણ ભોગે ટાટા સન્સનું લિસ્ટિંગ શેરબજારમાં થતું અટકાવે, જેને ટાટા જૂથ છેલ્લા એક વર્ષથી ટાળતુ આવ્યુ હતુ. આ જ કારણસર નોએલ ટાટા તેનો વિરોધ કરી રહ્યા છે. હવે ચંદ્રશેખરને આ મુદ્દે તેમનાથી થાય તેટલો પ્રયત્ન કર્યો, પણ હવે લિસ્ટિંગ વગર ચાલે તેમ જ નથી. ટાટા સન્સના બોર્ડના બીજા સભ્યો પણ આ વાત સમજી ગયા છે, તેથી જ તેમણે ચંદ્રશેખરનની નિમણૂકની સાથે લિસ્ટિંગને કંપનીના લિસ્ટિંગને પણ મંજૂરી આપી દીધી છે. અહીં તે વાત જરુરી છે કે જો ટાટા સન્સનું લિસ્ટિંગ થાય તો ૧૦ લાખ કરોડનું મૂલ્ય છૂટું થઈ શકે તેમ છે.
ટાટા સન્સના બોર્ડને પણ લાગ્યું છે કે હાલમાં ટાટા સૂથ સામે અનેક પડકારો છે ત્યારે રિઝર્વ બેન્ક જેવી નિયામક સંસ્થા સાથે સંઘર્ષમાં પડવું વધુ ઇચ્છનીય નથી. તેથી ટાટા સન્સના બોર્ડે તો ટાટાનું શેરબજારમાં લિસ્ટિંગ કરાવવાની પણ મંજૂરી આપી છે. હવે નોએલ ટાટાએ આ નિર્ણયનો પણ વિરોધ કર્યો છે. તેમણે બોર્ડને વિનંતી કરી છે કે તેઓ ચંદ્રાએ આપેલા રાજીનામા પર કાયમ છે અને બોર્ડ રિઝર્વ બેન્ક સાથેના વિવાદનો ઉકેલ કંઈ ચંદ્રાની નિમણૂક કરીને ન લાવી શકે. બોર્ડ બંને બાબતને જુદી રાખે. આમ ટાટા જૂથમાં એક સમયે રતન ટાટા અને સાઇરસ મિસ્ત્રીના વિવાદ બાદ વધુ એક બોર્ડરુમ બેટલ સપાટી પર આવી છે.




