બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, જાણીતી સિંગર મૈથિલી ઠાકુરને પણ ટિકિટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maithili Thakur News: ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે કુલ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં બિહારની લોકપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરને પણ ટિકિટ મળી છે.
ભાજપે યુવા અને ચર્ચિત ચહેરાઓ પર દાવ રમતા મૈથિલી ઠાકુરને અલીનગર વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે બાહોશ ગણાતા IPS અધિકારી આનંદ મિશ્રાને બક્સરથી ટિકિટ આપી છે. આ યાદીમાં અનુભવી નેતાઓની સાથો સાથે નવા ચહેરાઓને પણ મોકો આપીને પાર્ટીએ એક સંતુલિત રણનીતિનો સંકેત આપ્યો છે.
છપરાથી છોટી કુમારને ટિકિટ
ભાજપે છપરાથી છોટી કુમારીને ટિકિટ આપી છે. આ સિવાય અનામત બેઠકો પર પણ ઉમેદવારોની જાહેરાત કરાઈ છે, જેમાં રોસડાથી બીરેન્દ્ર કુમાર અને અગિઆંવથી મહેશ પાસવાનને મેદાનમાં ઉતારાયા છે.
ટિકિટ મળ્યા બાદ મૈથિલી ઠાકુરની પહેલી પહેલી પ્રતિક્રિયા
નામની જાહેરાત થયા બાદ મૈથિલી ઠાકુરે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'મારા પર વિશ્વાસ કરવા માટે ભાજપ અને NDAના તમામ કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વનો હૃદયથી આભાર માનું છું. અલીનગરની જનતાની સેવા અને ભાજપ-NDAની લોકહિતકારી નીતિઓને ગામેગામ, જન-જન સુધી પહોંચાડવા માટે પૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતાથી કામ કરતી રહીશ.'








