7 રાજ્યોની ચૂંટણી પહેલા ભાજપ ફરી ચોંકાવશે! મુખ્યમંત્રીના નામ જાહેર નહીં કરે તેવી શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Assembly Elections 2027: આગામી વર્ષે ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત દેશના 7 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ તેના માટે તાડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ નેતૃત્વ આગામી વિધાનસભા ચૂંટણીઓમાં નવી વ્યૂહરચના અપનાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે, જેમાં ભાવી મુખ્યમંત્રી જાહેર કરવાને બદલે સામૂહિક અને વર્તમાન નેતૃત્વ સાથે ચૂંટણી લડવામાં આવશે.
નવા નેતૃત્વ સાથે નવા ફેરફારો અને નવી વ્યૂહરચના પર મંથન
છેલ્લા ઘણા ચૂંટણી ટ્રેન્ડને જોતા પાર્ટીનું માનવું છે કે, આનાથી સફળતાની ટકાવારી વધે છે અને વધુ લાભ મળે છે. જે રાજ્યમાં પાર્ટીની સરકાર છે, ત્યાંના નેતાને આગળ પણ યથાવત રાખી શકાય છે, પરંતુ તેઓ જ ફરીથી નેતા બનશે તેવી સીધી જાહેરાત કરવાનું ટાળવામાં આવશે. ભાજપમાં નવા નેતૃત્વ સાથે નવા ફેરફારો અને નવી વ્યૂહરચના પર પણ ઘણું મંથન ચાલી રહ્યું છે.
ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના નામ જાહેર નહીં કરે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીનું માનવું છે કે, જે રાજ્યોમાં તેની સરકારો છે ત્યાં ચૂંટણી દરમિયાન જ આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવાથી સત્તા વિરોધી માહોલ વધી જાય છે અને પાર્ટીમાં પણ બે પ્રકારની ધારા બની જાય છે. જો આવું કરવામાં ન આવે તો પાર્ટી પૂરી તાકાત લગાવે છે અને વિરોધીઓને પણ તક મળતી નથી. સૂત્રોનું કહેવું છે કે, પાર્ટીમાં એક મોટા વર્ગનું માનવું છે કે જ્યાં હાલમાં તેમના મુખ્યમંત્રી છે, ત્યાં ચૂંટણી તો તેમના જ નેતૃત્વમાં લડવામાં આવશે અને તેમને આગળ પણ યથાવત રાખી શકાય છે, પરંતુ તેની અગાઉથી જાહેરાત થવી જોઈએ નહીં. જ્યાં પાર્ટી સત્તામાં નથી, ત્યાં પણ સામૂહિક નેતૃત્વમાં જ જવાથી વધુ સફળતા મળવાની સંભાવના રહે છે.
7 રાજ્યોમાં આગામા વર્ષે વિધાનસભા ચૂંટણી
આગામી વર્ષે સાત વિધાનસભાઓની ચૂંટણી છે, જેમાં ફેબ્રુઆરી-માર્ચમાં 5 અને ડિસેમ્બરમાં 2 વિધાનસભાઓની ચૂંટણી થશે. ભાજપની આમાંથી પંજાબ અને હિમાચલ પ્રદેશને છોડીને બાકીના ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા, ગુજરાતમાં સરકારો છે. પાર્ટીનો પ્રયાસ છે કે, તે સત્તાવાળા રાજ્યોમાં પોતાની સરકાર યથાવત રાખે અને બાકીના બે રાજ્યોમાં પણ જીત હાંસલ કરે. આવી સ્થિતિમાં તેને આ નવી વ્યૂહરચનાથી પહેલા કરતા પણ વધુ સફળતા મળવાની સંભાવના દેખાઈ રહી છે.









