Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kirti Azad E-Cigarette Smoking Video: લોકસભામાં TMCના સાંસદ કીર્તિ આઝાદના ઇ-સિગરેટ પીવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લેખિત ફરિયાદ સોંપ્યા બાદ હવે ભાજપે ગૃહની અંદરનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં TCM સાંસદ કથિત રીતે સિગારેટની કશ લેતા નજરે આવી રહ્યા છે. ભાજપના ઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે બુધવારે આ વીડિયો શેર કરતા ટીએમસી પર પ્રહાર કર્યા છે. તેમણે મમતા બેનર્જીએ જવાબ પણ માગ્યો છે.
અમિત માલવીયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અંદાજિત 35 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે કીર્તિ આઝાદ આ વીડિયોમાં છૂપાઈને ઈ-સિગારેટની કશ લઈ રહ્યા છે. વીડિયોમાં પહેલા કીર્તિ આઝાદને અનેક વખત કેમેરાની સામે જોતા જોઈ શકા છે. કેટલીક સેકન્ડ બાદ તેઓ પોતાનો હાથ મોંની પાસે લઈ જાય છે, અને પછી હટાવી લે છે. જોકે, વીડિયોમાં ઈ-સિગારેટ કે ધુમાડો નથી જોવા મળતો. ગુજરાત સમાચાર આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
અમિત માલવીયે વીડિયોની સાથે લખ્યું કે, ભાજપ સાંસદ અનુરાગ ઠાકર દ્વારા ગૃહમાં વેપિંગ કરવાનો આરોપ જે TMC સાંસદ પર લગાવ્યો છે, તે કોઈ બીજું નહીં પરંતુ કીર્તિ આઝાદ છે. તેમના જેવા લોકો માટે નિયમ અને કાયદો સ્પષ્ટ રીતે માન્ય નથી. જરા વિચારો, ગૃહમાં રહેતા પોતાની હથેળીમાં ઈ-સિગારેટ છૂપાવાવની હિંમત. ધુમ્રપાન ભલે ગેરકાયદે હોય, પરંતુ ગૃહમાં તેનો ઉપયોગ બિલકુલ પણ સ્વીકાર્ય નથી. મમતા બેનર્જીને પોતાના સાંસદની આ હરકત પર સ્પષ્ટતા આપવી જોઈએ.
ગયા અઠવાડિયે, લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન અનુરાગ ઠાકુરે ગૃહમાં ઘણા દિવસો સુધી TMC સાંસદ પર ઈ-સિગારેટ પીવાનો આરોપ લગાવતા કાર્યવાહી થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. જોકે, ઠાકુરે કોઈનું નામ લીધું ન હતું. તેમણે આ બાબતની તપાસની માંગણી કરતા કહ્યું કે, 'આ એક ગંભીર મુદ્દો છે.' આ દરમિયાન લોકસભા સ્પીકર બિરલાએ સાંસદોને ગૃહની ગરિમા જાળવવા વિનંતી કરી અને ભાજપના સાંસદને લેખિત ફરિયાદ રજૂ કરવા કહ્યું. ત્યારબાદ શુક્રવારે અનુરાગ ઠાકુરે લોકસભા સ્પીકરને લેખિત ફરિયાદ સુપરત કરી, જેમાં TMC સાંસદ સામે કાર્યવાહીની માંગ કરી હતી.








