ભાજપ સાંસદ BRICSની તસવીર પોસ્ટ કરી ફસાયા! ભૂલ સમજાતા પોસ્ટ ડિલીટ કરી માફી માંગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Manoj Tiwari Share PM Modi BRICS AI Picture Controversy: સાંસદ અને ભોજપુરી એક્ટર મનોજ તિવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની BRICS સમિટ સંબંધિત એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડી ગઈ હતી. તેમણે પીએમ મોદી સાથે વિશ્વના અગ્રણી નેતાઓની એક તસવીર પોસ્ટ કરી હતી, જે પાછળથી આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલી હોવાનું સામે આવ્યું હતું. મનોજ તિવારીને જેવી જ જાણ થઈ કે આ તસવીર વાસ્તવિક નથી પરંતુ AI જનરેટેડ છે, તેમણે તેને તાત્કાલિક ડિલીટ કરી દીધી હતી, અને જાહેરમાં માફી માગી લીધી હતી.
BRICS મુદ્દે હતી તસવીર
નવી દિલ્હી ખાતે આયોજિત 18મી BRICS શિખર સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સહિત BRICS સભ્ય દેશોના નેતાઓએ ભાગ લીધો હતો. સમિટમાં વૈશ્વિક રાજનીતિ, આર્થિક સહયોગ, ટેકનોલોજી અને AI ના જવાબદાર ઉપયોગ જેવા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. દરમિયાન, મનોજ તિવારીએ વડાપ્રધાન મોદીની એક એવી તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી દીધી, જે જોવામાં BRICS ના કોઈ અધિકૃત કાર્યક્રમ જેવી લાગતી હતી. જોકે, તેની સત્યતા સામે સવાલો ઊભા થતાં જ સાબિત થયું કે તે AI જનરેટેડ તસવીર હતી.
મનોજ તિવારીએ પોતાની ભૂલ સ્વીકારીને પોસ્ટ ડિલીટ કરી
મનોજ તિવારીએ પોસ્ટ ડિલીટ કરતા લખ્યું હતુ કે, 'હે ગર્વિત ભારતના ભાઈ-બહેનો… આ ફોટો નથી, આ દુનિયા સાથે કદમથી કદમ મિલાવીને ચાલતા ભારતની તસવીર છે, જેના નેતા નરેન્દ્ર મોદીજી છે. અગાઉની તસવીર જે મેં મૂકી હતી તે AI જનરેટેડ હોવાનું કેટલાક લોકોએ જણાવતાં મેં તેને ડિલીટ કરી દીધી છે… ક્ષમા કરજો.'
આજના AI યુગમાં વાસ્તવિક તસવીર અને AI જનરેટેડ તસવીર વચ્ચેનો તફાવત ઓળખવો ઘણીવાર મુશ્કેલ બની જતો હોય છે, જોકે મનોજ તિવારીએ સમયસર પોતાની ભૂલ સ્વીકારીને મામલો થાળે પાડ્યો હતો.




