Get The App

VIDEO: ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો; શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉહાપોહ

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
MP Ganesh Singh Slaps Crane Operator

MP Ganesh Singh Slaps Crane Operator: સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે મધ્યપ્રદેશના સતનામાં થયેલો વિવાદ સામે આવ્યો છે. શુક્રવારે આયોજિત કાર્યક્રમમાં ક્રેનમાં બેઠેલા સતનાના સાંસદ ગણેશ સિંહને ઝટકો લાગ્યો, તો તેઓ ઓપરેટર પર ભડકી ગયા અને તેને સૌની સામે થપ્પડ મારી દીધી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

ભાજપ સાંસદે ગુસ્સામાં ઓપરેટરને લાફો ઝીંકી દીધો

સાંસદ ગણેશ સિંહે સવારે 'રન ફોર યુનિટી'માં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ સેમરિયા ચોક પહોંચ્યા, જ્યાં તેમણે ક્રેનના હાઇડ્રોલિક બોક્સમાં ચઢીને આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો. જેમાં નીચે આવતી વખતે, મશીન અચાનક ઝટકા સાથે વચ્ચે અટકી ગયું. સાંસદ થોડીવાર હવામાં જ લટકેલા રહ્યા. મશીન હલ્યું તો અસંતુલનની સ્થિતિ બની ગઈ. આ અસહજ સ્થિતિથી નારાજ થઈને સાંસદે ઓપરેટરને લાફો ઝીંકી દીધો, જેની વીડિયો ફૂટેજ હાલમાં વાઈરલ થઈ રહી છે.

ઘટના સમયે સ્થળ પર ભાજપ કાર્યકર્તાઓ અને પ્રશાસનિક અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં નાગરિકો હાજર હતા. તેમાંથી કોઈએ મોબાઈલથી સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો.ક્ષમતા બે લોકોની અને કેબિનમાં ત્રણ લોકો ચઢ્યા: ઓપરેટર

ક્ષમતા બે લોકોની અને કેબિનમાં ત્રણ લોકો ચઢ્યા: ઓપરેટર

ઓપરેટરે આ અંગે જણાવ્યું કે, હાઇડ્રોલિક ક્રેનના કેબિનની મહત્તમ ક્ષમતા ફક્ત બે લોકોની છે અને તે સરેરાશ 125 કિલો વજન સુધી સહન કરી શકે છે. જ્યારે માલ્યાર્પણ માટે રાજ્યમંત્રી પ્રતિમા બાગરી, સાંસદ ગણેશ સિંહ અને ભાજપ જિલ્લા અધ્યક્ષ ભગવતી પાંડેય એકસાથે કેબિનમાં ચઢ્યા, ત્યારે જ વજન વધુ હોવા અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:  ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર

કુશવાહાએ કહ્યું કે માલ્યાર્પણ કરાવ્યા પછી કેબિન નીચે લાવવામાં આવી. રાજ્યમંત્રી પ્રતિમા બાગરી આસાનીથી ઉતરી ગયાં, પરંતુ સાંસદ ગણેશ સિંહને ઉતરવામાં મુશ્કેલી પડી. સમર્થકોના કહેવા પર કેબિનને વધુ નીચે લાવવામાં આવ્યું તો ઝટકો લાગી ગયો. થપ્પડ મારવાની વાતને તેમણે સહજ અંદાજમાં લેતા કહ્યું કે, 'આ બધું ચાલ્યા કરે.'

ભાજપના નેતાઓ અહંકારમાં: કોંગ્રેસ

કોંગ્રેસે આ ઘટનાને આપત્તિજનક ગણાવી છે. પાર્ટીના પ્રદેશ પ્રવક્તા અભિનવ બરૌલિયાએ કહ્યું, 'સાંસદ દ્વારા કર્મચારીને થપ્પડ મારવી એ દર્શાવે છે કે ભાજપના નેતાઓ કઈ રીતે દંભ અને અહંકારમાં છે. આ બતાવે છે કે ભાજપ જનતાની અને કોઈની નથી, ફક્ત અહંકારની છે.'

VIDEO: ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો; શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉહાપોહ 2 - image