મી.વીટો ટ્રમ્પની ડેમોક્રેટસને ચેતવણી : તમે ચૂંટણી જીતશો તો પણ આખરી સત્તા તો મારા હાથમાં જ છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- CBS ને પ્રમુખે ફોન ઉપર કહ્યું : ડેમોક્રેટસનાં વિધેયકો રોકવાની મને સત્તા છે, હું મારો એજન્ડા આગળ ધપાવીશ જ, ચૂંટણી પરિણામો ગમે તે આવે
વૉશિંગ્ટન : ડેમોક્રેટસ કોંગ્રેસ (સંસદ)નાં ગૃહો ઉપર કબ્જો જમાવે તો પણ તેમનાં વિધેયકોને રોકવાની મને સત્તા છે તેવી સ્પષ્ટ ચેતવણી પ્રમુખ ટ્રમ્પે આજે સીબીએસ સમાચાર સંસ્થાને ફોન ઉપર જણાવી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે નવેમ્બર ૩ની ચૂંટણીનાં પરિણામો ગમે તે આવે તો પણ સંસદનાં વિધેયકો રોકવાની મારી સત્તા વીટો પાવર મારી પાસે છે.
ચૂંટણી પરિણામે ઉપરથી હવે સ્પષ્ટ થતું જાય છે કે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (રીપબ્લિકન્સ) સંસદનાં બંને ગૃહો ઉપર કબ્જો જમાવી શકે તેમ છે. તેમ છતાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓનાં વિધેયકોમાંથી માર્ગ શોધવાની મારાં વહીવટીતત્રમાં આવડત છે, અને તે રીતે આગામી બે વર્ષ સુધી તો (ટ્રમ્પના બાકી રહેલા શાસનકાળ સુધી) મારી નીતિઓનો અમલ થતો જ રહેશે.
સીએસ સાથેની ફોન પરની વાતચીતમાં પ્રમુખ ટ્રમ્પે તાજેતરનાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રત્યે પણ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે તેઓ માને છે કે તેથી પ્રમુખપદ વધુ શક્તિશાળી થયું છે. સાથે કહ્યું હતું કે આવા ચૂકાદાઓ તેમને સમવાયતંત્ર સરકાર ઉપર પૂરતો કાબુ આપે છે. આપણું પ્રમુખનું સ્થાન એક પ્રબળ પ્રમુખ સ્થાન છે. તેમ પણ પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું.
પોતાનાં વિધાનોની પુષ્ટીમાં તેઓએ ટ્રમ્પ વિરૂદ્ધ સ્લોટર કેસનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં 'ફેડરલ ટ્રેડ કમિશન'માંથી સ્લોટરને દૂર કરવાની ટ્રમ્પની સત્તાને સુપ્રીમ કોર્ટે બહાલ રાખી હતી. આ ઉલ્લેખ સાથે તેઓએ કહ્યું હતું કે અમે સ્લોટર કેસ જીતી ગયાં છીએ. તેથી પ્રમુખને પુષ્કળ સત્તા મળી શકી છે. જે પહેલાં કદી નહતી.
આ સાથે પ્રમુખે તે પ્રત્યે પણ સીબીએસનું ધ્યાન દોર્યું હતું કે આથી રાજકીય અવરોધો ઉભા કરવાને બદલે ડેમોક્રેટસને મંત્રણાનાં મેજ પર આવવું પડશે અને દ્વિપક્ષીય સમજૂતી સાધવી પડશે.
આ સાથે પ્રમુખ સ્પષ્ટતા પણ કરી હતી કે ઐતિહાસિક દ્રષ્ટિએ તમે બે મહિના સુધી વીટો અમલી રાખી શકો છો. તેથી તેઓને આવવું જ પડશે. અને કહેવું પડશે કે આપણે કોઈ સમજૂતી સાધીએ.
ટૂંકમાં પ્રમુખ ટ્રમ્પનાં આ વિધાનો, વ્હાઇટ હાઉસ અને કોંગ્રેસ વચ્ચેનાં સંભવિત સંઘર્ષ પ્રત્યે ધ્યાન દોરે છે. (જો ડેમોક્રેટસ કોંગ્રેસનાં એક પણ ગૃહ કે બંને ગૃહો ઉપર કબ્જો કરે તો આ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તેમ જ છે.)
પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ ટેલીફોનિક વાતચીત દરમિયાન તેમ પણ કહ્યું હતું કે તેમના ચૂંટણી પ્રચારે રીપબ્લિકન્સ (તેમની પાર્ટી)ને સહાય કરી જ છે. તમોને યાદ હશે કે ૩૦, ૪૦ દિવસ પૂર્વે તો, લોકો કહેતા હતા કે તેમને (રીપબ્લિકન્સને) ભારે મોટો ફટકો પડે તેમ છે. પરંતુ હવે તેમ કહે છે કે કદાચ તેઓ (રીપબ્લિકન્સ) પણ જીતી શક્યો હોત.




