India

VIDEO: ‘ખઈ કે પાન બનારસ વાલા...’ ગીત પર ભાજપ નેતાના જોરદાર ઠુમકા, સોશિયલ મીડિયામાં વાઇરલ

By GS Team
7 Sep 20242 mins read
This article was originally published on 7 Sep 2024
TukuTouch Logo
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ભાજપ ધારાસભ્ય પ્રશાંત બમ્બનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં ભાજપ ધારાસભ્ય સ્ટેજ પર ડાન્સ કરતાં નજર આવી રહ્યાં છે. અમિતાભ બચ્ચનના ગીત 'ખઈકે પાન બનારસ વાલા' ગીત પર ધારાસભ્યનો ડાન્સ જોઈને દર્શક પણ ખૂબ ખુશ લાગી રહ્યાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ‘ખઈ કે પાન બનારસ વાલા...’ ગીત પર ભાજપ નેતાના જોરદાર ઠુમકા, સોશિયલ મીડિયામાં વાઇરલ

Image: Facebook

BJP MLA Prashant Bamb Dance Video Viral: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ભાજપ ધારાસભ્ય પ્રશાંત બમ્બનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં ભાજપ ધારાસભ્ય સ્ટેજ પર ડાન્સ કરતાં નજર આવી રહ્યાં છે. અમિતાભ બચ્ચનના ગીત 'ખઈકે પાન બનારસ વાલા' ગીત પર ધારાસભ્યનો ડાન્સ જોઈને દર્શક પણ ખૂબ ખુશ લાગી રહ્યાં છે.

જો કે સોશિયલ મીડિયા પર તેમના ડાન્સની ટીકા પણ કરવામાં આવી રહી છે. પ્રશાંત બમ્બ ગંગાનગર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે, જે વર્ષ 2019માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત્યા હતાં. હવે ધારાસભ્ય પ્રશાંત બમ્બના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ ધારાસભ્ય પ્રશાંત બમ્બ ડાન્સ કરી રહ્યાં છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાની ગંગાપુર બેઠકથી ભાજપના ધારાસભ્ય પ્રશાંત બમ્બ અભિનેતા અમિતાભ બચ્ચનના ગીત 'ખઈકે પાન બનારસ વાલા' ગીત પર ડાન્સ કરતાં નજર આવી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર અમુક યુઝર્સે ધારાસભ્યના ડાન્સના વખાણ કર્યાં, તો અમુકે તેની ટીકા કરતાં કહ્યું કે જ્યારે મરાઠાવાડા વિસ્તારના અમુક ભાગોમાં ખેડૂત પાકની બરબાદીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે ત્યારે તેઓ ડાન્સ કરવામાં વ્યસ્ત છે.

ભાજપ ધારાસભ્યએ આપ્યું નિવેદન

ભાજપ ધારાસભ્ય પ્રશાંત બમ્બે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત ગંગાપુર બેઠક જીતી હતી. તેમના ડાન્સનો આ વીડિયો ગુરુવારની રાત્રે આયોજિત એક કાર્યક્રમનો છે. પ્રશાંત બમ્બે કહ્યું, 'દર વર્ષે મારી પાર્ટીના કાર્યકર્તાઓ માટે એક મનોરંજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પ્રસિદ્ધ પર્યટન સ્થળ મ્હૈસમાલમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મે 'ખઈકે પાન બનારસ વાલા' ગીત પર ડાન્સ કર્યો. આ પહેલા મે લાવણી ગીત પણ ગાયુ, જે મહારાષ્ટ્રની સંસ્કૃતિનો ભાગ છે. મને આમાં કંઈ પણ અયોગ્ય લાગતું નથી.