પીજીવીસીએલે મહુવા ડિવિઝનમાં રૂ. 30 લાખની વીજચોરી પકડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર - સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ યથાવત્
પાંચ સબ ડિવિઝનના 401 પૈકી 71 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા વીજતંત્રની કાર્યવાહી
પીજીવીસીએલે મહુવા ડિવિઝનમાં આજે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. જેમાં પાંચ સબ ડિવિઝનના 401 કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 71 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી દ્વારા આજે સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની 36 ટીમો દ્વારા આજે વહેલી સવારથી મહુવા ડિવિઝનના બગદાણા, મહુવા-2, જેસર, મહુવા ગ્રામ્ય-1 અને મહુવા ટાઉન સબ ડિવિઝનમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલની ટીમોએ 367 રહેણાકી, 24 વાણિજ્ય અને 10 ખેતીવાડી મળી કુલ 401 વીજ કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 64 રહેણાકી, ૫ાંચ વાણિજ્ય અને 2 ખેતીવાડી મળી કુલ 71 કનેક્શનોમાં કુલ રૂ. 30.09 લાખની વીજચોરી પકડાતા પીજીવીસીએલ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.









