Astro

વાંચો તમારું 02 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
2 Jul 20261 min read
વાંચો તમારું 02 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા મળી રહે.
વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા થતી જાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
મિથુન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
સિંહ : આપના કામમાં હરિફવર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. વાદ-વિવાદ-ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે.
કન્યા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો થાય.
તુલા : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ રહે.
વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.
ધન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામ અંગે વ્યસ્ત રહો.
મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાંભીડ જણાય.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ થઈ શકે.

  • અગ્નિદત્ત પદમનાભ