India

ભાજપમાં મોટા ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક

By GS Team
28 May 20262 mins read
TukuTouch Logo
ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના સંગઠનમાં એક મોટો ફેરફાર કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપે દિલ્હી સહિત દેશના ચાર મહત્ત્વના રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી દીધી છે. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા અને પૂર્વત્તર રાજ્ય ત્રિપુરામાં પાર્ટી એકમને હવે નવા નેતૃત્વની કમાન સોંપવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપમાં મોટા ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક

BJP new state presidents: ભારતીય જનતા પાર્ટી(BJP)એ પોતાના સંગઠનમાં એક મોટો ફેરફાર કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપે દિલ્હી સહિત દેશના ચાર મહત્ત્વના રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી દીધી છે. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા અને પૂર્વત્તર રાજ્ય ત્રિપુરામાં પાર્ટી એકમને હવે નવા નેતૃત્વની કમાન સોંપવામાં આવી છે.

દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાને સોંપાઈ કમાન

દેશની રાજધાની દિલ્હીમાં ભાજપે મોટો દાવ ખેલતાં હર્ષ મલ્હોત્રાને નવા પ્રદેશ અધ્યક્ષ જાહેર કર્યા છે. હર્ષ મલ્હોત્રા હાલમાં પૂર્વ દિલ્હી લોકસભા બેઠકના સાંસદ છે અને કેન્દ્ર સરકારમાં પણ મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે ફરજ બજાવે છે. હર્ષ મલ્હોત્રા હવે વીરેન્દ્ર સચદેવાની જગ્યાએ દિલ્હી ભાજપનું સુકાન સંભાળશે.

પંજાબ ભાજપમાં મોટો ફેરફાર

પંજાબ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કેવલ સિંહ ઢિલ્લોનની વરણી કરવામાં આવી છે. તેઓ બરનાલા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2022માં સંગરૂર લોકસભાની પેટાચૂંટણી અને વર્ષ 2024માં બરનાલા વિધાનસભાની પેટાચૂંટણી ભાજપની ટિકિટ પર લડી હતી.

દેશ અને પંજાબના એક મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા કેવલ સિંહ ઢિલ્લોન પૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર સિંહના ખૂબ જ નજીકના ગણાય છે. બરનાલાના લોકો તેમને 'વિકાસ પુરુષ' તરીકે ઓળખે છે. તેઓ હંમેશા વિવાદોથી દૂર રહીને માત્ર વિકાસના મુદ્દા પર જ રાજનીતિ કરવા માટે જાણીતા છે.

આ પણ વાંચો: બિહારમાં મોટી હોનારત: ગંગા નદીમાં 14 લોકો ભરેલી બોટ ડૂબી, 2ના મોત અને 5 ગુમ

હરિયાણા અને ત્રિપુરામાં પણ નવા પ્રદેશ પ્રમુખ

ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનમાં મોટા ફેરફાર કરીને બે રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત ભાજપે ડૉ. અર્ચના ગુપ્તાને હરિયાણા પ્રદેશ ભાજપના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ ત્રિપુરામાં પણ પક્ષની કમાન સોંપતા અભિષેક દેબરોયને ત્રિપુરા પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.