India

ભાજપે રાજ્યોના નવા પ્રભારી અને સહ પ્રભારીઓના નામ જાહેર કર્યા, ગુજરાતમાં તરુણ ચુગને જવાબદારી

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
ભાજપે આગામી ચૂંટણી અને સંગઠનાત્મક કાર્યો માટે રાજ્યોના પ્રભારી-સહ પ્રભારીની નવી યાદી જાહેર કરી છે. સ્મૃતિ ઇરાનીને હરિયાણા-છત્તીસગઢ, સુનીલ બંસલને પશ્ચિમ બંગાળ-તેલંગાણા અને વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપાઈ છે. દિલ્હી સંગઠનમાં પણ ફેરફાર કરાયા છે, જેમાં વિનય સહસ્રબુદ્ધે પ્રભારી બન્યા છે. 6 નેતાઓને એકથી વધુ રાજ્યોની જવાબદારી મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપે રાજ્યોના નવા પ્રભારી અને સહ પ્રભારીઓના નામ જાહેર કર્યા, ગુજરાતમાં તરુણ ચુગને જવાબદારી

BJP State in-Charges List : ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા આગામી સંગઠનાત્મક કાર્યો અને ચૂંટણી રણનીતિને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો માટે પ્રભારી અને સહ પ્રભારીઓની નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં કેન્દ્રીય સ્તરે સક્રિય રહેલા નેતૃત્વને વિવિધ રાજ્યોનું સુકાન સોંપવામાં આવ્યું છે.

સ્મૃતિ ઇરાનીને બેવડી જવાબદારી

પાર્ટી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, સ્મૃતિ ઇરાનીને હરિયાણા અને છત્તીસગઢ રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા સુનીલ બંસલને પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પાર્ટીની રણનીતિને વેગ આપવા માટે વિનોદ તાવડેના પ્રભારી પદ પર પણ ભાજપ દ્વારા સત્તાવાર મહોર લગાવી દેવામાં આવી છે.


સંગઠનમાં ફેરફાર

દિલ્હી સંગઠનને લઈને પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં વિનય સહસ્રબુદ્ધેને દિલ્હી યુનિટના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે જમ્યાંગ નામગ્યાલ અને દર્શના જરદોશને સહ-પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ તરફ રામ માધવને ઉત્તરાખંડ અને તમિલનાડુના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે બાંસુરી સ્વરાજને પણ સહ-પ્રભારી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.


અનેક નેતાઓને મહત્ત્વપૂર્ણ જવાબદારી

આ નવી નિમણૂકોમાં કુલ 6 નેતાઓ એવા છે કે જેઓ એક કરતાં વધુ રાજ્યોની જવાબદારી સંભાળશે. આ નેતાઓમાં સ્મૃતિ ઇરાની (છત્તીસગઢ અને હરિયાણા), હરીશ દ્વિવેદી (બિહાર અને કર્ણાટક), સતીશ પૂનિયા (જમ્મુ-કાશ્મીર અને પંજાબ), રામ માધવ (તમિલનાડુ અને ઉત્તરાખંડ), સુનીલ બંસલ (તેલંગાણા અને પશ્ચિમ બંગાળ) તેમજ અનિલ એન્ટની (નાગાલેન્ડના પ્રભારી અને ગોવાના સહ-પ્રભારી) નો સમાવેશ થાય છે. ભાજપના આ નવા સંગઠનાત્મક માળખાથી પક્ષની કામગીરી વધુ સઘન બનશે તેવી અપેક્ષા છે.

ક્રમાંક
રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ
પ્રભારી
સહ પ્રભારી
1
અંડમાન અને નિકોબાર
જય પ્રકાશ
2
અરુણાચલ પ્રદેશ
ડૉ. દેવેશ કુમાર
3
આંધ્ર પ્રદેશ
ડૉ. અરવિંદ ભદૌરિયા
વનથી શ્રીનિવાસન
4
અસમ
મંગલ પાંડે
ફાંગ્નોન કોન્યાક, મનોજ ટિગ્ગા
5
બિહાર
હરીશ દ્વિવેદી
સંગીતા યાદવ, રોહન ગુપ્તા
6
ચંડીગઢ
મહેન્દ્ર પાંડે
7
છત્તીસગઢ
સ્મૃતિ ઈરાની
સિદ્ધાર્થ શંભુ
8
દાદરા નગર હવેલી અને દમન અને દીવ
વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી
9
દિલ્હી
ડૉ. વિનય સહસ્રબુદ્ધે
જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ, દર્શનાબેન જરદોશ
10
ગોવા
ડૉ. ભારતી પ્રવીણ પવાર
અનિલ એન્ટની
11
ગુજરાત
તરુણ ચુઘ
અજય મહાવર, ગોમતી સાઈ
12
હરિયાણા
સ્મૃતિ ઈરાની
ડૉ. ભોલા સિંહ
13
હિમાચલ પ્રદેશ
શ્રીકાંત શર્મા
દર્શના સિંહ
14
જમ્મુ-કાશ્મીર
ડૉ. સતીશ પૂનિયા
રીના કશ્યપ
15
ઝારખંડ
ગજેન્દ્ર પટેલ
સૌરભ સિંહ, નિવેદિતા સિંહ
16
કર્ણાટક
હરીશ દ્વિવેદી
ડૉ. એમ. વેંકટેશ્વરલુ
17
કેરળ
પ્રો. એમ. નાગરાજા
એમ. વેંકટેશન
18
લદ્દાખ
રાજકુમાર ભાટિયા
19
લક્ષદ્વીપ
જોર્જ કુરિયન
20
મધ્ય પ્રદેશ
બિતુલ કુમાર દેબ
રેખા વર્મા
21
મહારાષ્ટ્ર
બૈજયંત જય પાંડા
અમિત માલવીય, સદાનંદ શેટ તાનાવડે, કમલજીત સહરાવત
22
મણિપુર
ડૉ. રાજદીપ રોય
23
મેઘાલય
કનાદ પુરકાયસ્થ
ડૉ. નુમલ મોસમન
24
મિઝોરમ
ડૉ. ભાગવત કરાડ
25
નાગાલેન્ડ
અનિલ એન્ટની
26
ઓડિશા
ડી. પુરંદેશ્વરી
ડૉ. સ્વદેશ સિંહ
27
પુડુચેરી
કે. સુરેન્દ્રન
28
પંજાબ
ડૉ. સતીશ પૂનિયા
વીરેન્દ્ર સચદેવા, ડૉ. અલકા ગુર્જર
29
રાજસ્થાન
સંજય ભાટિયા
કવિતા પાટીદાર, કુલજીત ચહલ
30
સિક્કિમ
રાજુ બિષ્ટ
31
તમિલનાડુ
રામ માધવ
નિર્મલ કુમાર સુરાણા, ડી.કે. અરુણા
32
તેલંગાણા
સુનીલ બંસલ
અભય પાટિલ, રેખા શર્મા
33
ત્રિપુરા
મૃગાંકા દેવ બર્મન
34
ઉત્તર પ્રદેશ
વિનોદ તાવડે
જગદીશ પટેલ, મેધા કુલકર્ણી, ડૉ. પ્રદીપ શર્મા, અનંત ઓઝા
35
ઉત્તરાખંડ
રામ માધવ
અરવિંદ મેનન, બાંસુરી સ્વરાજ
36
પશ્ચિમ બંગાળ
સુનીલ બંસલ
લાલ સિંહ આર્ય, રાજેન્દ્ર સિંહ, પિંકી કુશવાહા