India

સીજેપીના આંદોલન વખતે સૌથી વધુ યુઝ થયેલી બિટચેટ એપને હટાવાઈ

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
જેક ડોર્સીની બીટચેટ એપ ભારતીય એપ સ્ટોર્સ પરથી હટાવી દેવાઈ છે. એપલે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની વિનંતી બાદ આ કાર્યવાહી કરી. ગૂગલે પણ તેને અગાઉ દૂર કરી હતી. આ એપ બ્લૂટૂથ મેશ નેટવર્કથી ઓફલાઇન મેસેજ કરવાની સુવિધા આપે છે, જે ખાસ કરીને ઇન્ટરનેટ બંધ હોય ત્યારે ઉપયોગી થાય છે. જુલાઈમાં ભારતમાં આંદોલન દરમિયાન તેનો વ્યાપક ઉપયોગ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સીજેપીના આંદોલન વખતે સૌથી વધુ યુઝ થયેલી બિટચેટ એપને  હટાવાઈ

નવી દિલ્હી : ટ્વિટરના ફાઉન્ડર જેક ડોર્સની બિટચેટ એપને ભારતમાં એપ સ્ટોર્સ પરથી હટાવી દેવામાં આવી છે. ડોર્સીએ ૩ ઓક્ટોબરના એપલ તરફથી મળેલી નોટિસનો સ્ક્રીનશોટ શેર કરતા આ માહિતી આપી હતી. એપલે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીની માંગ બાદ કાર્યવાહી કરી હતી. ગૂગલે તેને થોડા સમય પહેલા જ એપ સ્ટોર પરથી હટાવી હતી.
બિટચેટની ખાસિયત છે કે, બ્લૂટૂથ લો એનર્જી મેશ નેટવર્કનો ઉપયોગ કરીને નજીકના ફોન દ્વારા મેસેજ કરી શકાય છે. તેના ઓફલાઈન મોડમાં સેલ્યુલર નેટવર્ક, વાઈફાઈ, ફોન નંબર કે સેન્ટ્રલ સર્વરની જરૂર રહેતી નથી.
એક ફોનથી બીજામાં મેસેજ રીલે થતાં અનેક ડિવાઈઝ મળીને મેશ નેટવર્ક બનાવી શકે છે. મેસેજ એન્ક્રિપ્ટેડ હોય છે. જેથી અન્ય વ્યક્તિ વાંચી શકતી નથી.
જુલાઈમાં ભારતમાં કોકરોચ જનતા પાર્ટીના આંદોલન વખતે તેના ડાઉનલોડમાં ઉછાળો જોવા મળ્યો હતો. તે સમયે સરકારે ઈન્ટરનેટ બંધ કરતા આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ આ એપનો ઉપયોગ કર્યો હતો.
૧૭ થી ૨૩ જુલાઈ વચ્ચે એપના ટોટલ ડાઉનલોડમાં ૮૫ ટકા હિસ્સો ભારતનો હતો.