India

સરકારી નોકરીની મોટી તક : ગુજરાત સહિત દેશભરમાં 25,000થી વધુ જગ્યાઓ પર GDS ભરતીની જાહેરાત, જુઓ સંપૂર્ણ વિગત

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
ઈન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2026નું નોટિફિકેશન જાહેર થયું છે. દેશભરમાં 25,000થી વધુ જગ્યાઓ માટે ભરતી કરાશે, જેમાં ગુજરાતમાં 499 જગ્યાઓ સામેલ છે. 10મું પાસ ઉમેદવારો 31 ઓગસ્ટ 2026થી રજિસ્ટ્રેશન કરાવી શકશે અને 2 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પસંદગી 10માના ગુણના આધારે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી નોકરીની મોટી તક : ગુજરાત સહિત દેશભરમાં 25,000થી વધુ જગ્યાઓ પર GDS ભરતીની જાહેરાત, જુઓ સંપૂર્ણ વિગત

India Post GDS Recruitment 2026 : ઈન્ડિયા પોસ્ટમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબર છે. ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવક એટલે કે GDS ભરતી 2026 માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ગુજરાતમાં 499 સહિત દેશભરમાં 25,000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 31 ઓગસ્ટ 2026થી શરૂ થશે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાતમાં કુલ 499 જગ્યાઓ

ઈન્ડિયા પોસ્ટની GDS ભરતીમાં ગુજરાત સર્કલ માટે કુલ 499 જગ્યાઓ ઉપલબ્ધ છે. આ જગ્યાઓ રાજ્યની વિવિધ ડિવિઝનમાં વહેંચાયેલી છે. ગુજરાતના ઉમેદવારો પોતાની પસંદગીની ડિવિઝન મુજબ ખાલી જગ્યાઓની વિગતો જોઈને અરજી કરી શકશે.

31 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026 માટે 31 ઓગસ્ટ 2026થી રજિસ્ટ્રેશન શરૂ થશે. ઉમેદવારો 19 સપ્ટેમ્બર 2026 સુધી વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

2 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી

રજિસ્ટ્રેશન બાદ 2 સપ્ટેમ્બર 2026થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારો 21 સપ્ટેમ્બર 2026 સુધી અરજી કરી શકશે. અરજીમાં સુધારો કરવા માટે 23 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર 2026 દરમિયાન કરેકશન વિન્ડો ખુલ્લી રહેશે.

ઓનલાઈન કેવી રીતે કરવી અરજી?

  • ઉમેદવારોએ ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર જઈને GDS ભરતી માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • ત્યારબાદ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે.
  • અરજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
  • અંતે કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને તેની નકલ સાચવી રાખવી જોઈએ.

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો

10મું પાસ ઉમેદવારો કરી શકશે અરજી

GDS ભરતી માટે 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારે 10મા ધોરણમાં ગણિત અને અંગ્રેજી વિષયનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો પણ જરૂરી છે. ઉમેદવારોની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

10માના ગુણના આધારે થશે પસંદગી

GDS ભરતીમાં ઉમેદવારોને સિસ્ટમ દ્વારા તૈયાર કરવામાં આવેલી મેરિટ યાદીના આધારે પસંદગી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. મેરિટ યાદી 10મા ધોરણમાં ઉમેદવારોએ મેળવેલા ગુણના આધારે તૈયાર થશે. પસંદગી બાદ ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી વિભાગ દ્વારા સંબંધિત માધ્યમો અથવા શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ મારફતે કરવામાં આવી શકે છે.