ગોલમાલ ફાઈવ આવતા માર્ચમાં રજૂ કરવાનું ટાર્ગેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- શૂટિંગ ઝપાટાભેર આટોપવા માટે નિર્દેશ
- ગુડ ફ્રાઇડેની રજાનો લાભ લેવા માટે આ રીલિઝ ડેટ નક્કી કરાયાની ચર્ચા
મુંબઈ : અજય દેવગણ, અક્ષય કુમાર અને શર્મન જોશીને ચમકાવતી કોમેડી ફ્રેન્ચાઇઝી 'ગોલમાલ'નો પાંચમો ભાગ ૨૬ માર્ચ ૨૦૨૭ના દિવસે થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. ગુડ ફ્રાઇડેની રજાઓનો લાભ મેળવવા માટે આ રીલિઝ ડેટ નક્કી કરવામાં આવી છે. આ માટે નિર્દેશક રોહિત શેટ્ટીએ ઝપાટાભેર શૂટિંગ આટોપવા માટે તૈયારીઓ આદરી છે. પારિવારિક કોમેડી ફિલ્મને રજૂ કરવા માટે લોંગ વીક એન્ડ પસંદ કરવામાં આવે છે. જેથી રિપિટ દર્શકો મળી રહે. કોમેડી 'ગોલમાલ' ફ્રેન્ચાઇઝી સૌથી સફળ પુરવાર થઇ છે. તેને તમામ પ્રકારના દર્શકોએ પસંદ કરી છે. 'ગોલમાલ ફાઇવ'માં ટોચના સ્ટાર અજય દેવગણ, અક્ષય કુમાર અને શર્મન જોશી મહત્વની ભૂમિકામાં જોવા મળશે અક્ષય કુમારની ગયા વર્ષે બે કોમેડી ફિલ્મો 'હાઉસ ફૂલ' અને 'જોલી એલએલબી થ્રી' આવી હતી.
અક્ષય અને અજયની મોટાભાગની કોેમડી ફિલ્મો સફળ રહી હોવાથી રોહિત શેટ્ટીને આ ફિલ્મના બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ પર બહુ આશા છે.




