કેજરીવાલના સરકારી આવાસ પર મોટો નિર્ણય, BJPની રેખા સરકાર 'શીશમહેલ'ને કલ્ચરલ સેન્ટરમાં ફેરવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arvind Kejriwal Sheesh Mahal : દિલ્હીની ભાજપ સરકારે સિવિલ લાઈન્સ સ્થિત 6-ફ્લેગસ્ટાફ રોડ પર આવેલા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર આવાસને લઈને મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકાર હવે, આ સત્તાવાર આવાસને સ્ટેટ ગેસ્ટ હાઉસ અને અત્યાધુનિક કલ્ચરલ સેન્ટર (સાંસ્કૃતિક કેન્દ્ર) તરીકે વિકસાવશે. ભાજપ સરકાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલના આ આવાસને 'શીશમહેલ' કહે છે. હવે આ જ આવાસમાં દિલ્હી સરકાર VVIP મહેમાનોની મહેમાનગતિ કરશે. આ માટે સરકારે સંપૂર્ણ રોડમેપ તૈયાર કર્યો છે.
અહીં સરકારી મહેમાનો માટે કાયમી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવશે. દેશ-વિદેશથી અહીં આવનારા સરકારી પ્રતિનિધિમંડળો, વિશિષ્ટ અતિથિઓ અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓના રોકાણ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ ગેસ્ટ હાઉસ તૈયાર કરવામાં આવશે. તેને સ્ટેટ ગેસ્ટ હાઉસ અને અત્યાધુનિક કલ્ચરલ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે.









