India

મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર!

By GS TEAM
19 Feb 20261 min read
TukuTouch Logo
ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી પહેલા જ મોટું રાજકીય ઉલટફેર જોવા મળ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. ભાજપના 22 પૈકી 9 કોર્પોરેટરોએ બળવો કરી 'ભિવંડી સેક્યુલર ફ્રન્ટ'(BSF) નામે નવો જૂથ બનાવીને કોંગ્રેસના ગઠબંધનને સમર્થન જાહેર કર્યું છે. આ નવા ગઠબંધન સાથે કોંગ્રેસ-NCP(શરદ પવાર જૂથ) પાસે હવે 46 કોર્પોરેટરોનું સંખ્યાબળ થઈ ગયું છે, જે 90 બેઠકો ધરાવતી આ મહાનગરપાલિકામાં બહુમતી માટે જરૂરી આંકડો પાર કરી લે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર!
(IMAGE - IANS)

Bhiwandi Nizampur Mayor Election: ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી પહેલા જ મોટું રાજકીય ઉલટફેર જોવા મળ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. ભાજપના 22 પૈકી 9 કોર્પોરેટરોએ બળવો કરી 'ભિવંડી સેક્યુલર ફ્રન્ટ'(BSF) નામે નવો જૂથ બનાવીને કોંગ્રેસના ગઠબંધનને સમર્થન જાહેર કર્યું છે. આ નવા ગઠબંધન સાથે કોંગ્રેસ-NCP(શરદ પવાર જૂથ) પાસે હવે 46 કોર્પોરેટરોનું સંખ્યાબળ થઈ ગયું છે, જે 90 બેઠકો ધરાવતી આ મહાનગરપાલિકામાં બહુમતી માટે જરૂરી આંકડો પાર કરી લે છે.

ભાજપના ભંગાણ બાદ કોંગ્રેસ માટે મેયર પદનો માર્ગ મોકળો

ચૂંટણી પરિણામો મુજબ, કોંગ્રેસ 30 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી, પરંતુ તેને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. હવે ભાજપમાં પડેલા ભંગાણ અને શિંદે જૂથની શિવસેના તેમજ ભાજપ વચ્ચેના આંતરિક મતભેદોનો સીધો ફાયદો કોંગ્રેસને મળતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીએ શિવસેનાને ટેકો આપ્યો હોવા છતાં, સમીકરણો હવે કોંગ્રેસની તરફેણમાં નમી ગયા છે. આ સ્થિતિમાં ભિવંડી-નિઝામપુરમાં કોંગ્રેસનો મેયર અને ડેપ્યુટી મેયર બનવાનો રસ્તો સાવ સાફ થઈ ગયો હોય તેમ જણાય છે.

આ પણ વાંચો: મથુરામાં ભીષણ અકસ્માત, કાર નહેરમાં ખાબકતાં લગ્નમાંથી પાછા આવતાં 4 મિત્રોના કરુણ મોત

પક્ષોનું નવું ગણિત (બેઠકોની વહેંચણી):

પક્ષનું નામબેઠકોની સંખ્યા
કોંગ્રેસ30
ભાજપ22 (જેમાંથી 9 અલગ થયા)
શિવસેના (એકનાથ શિંદે જૂથ)12
NCP (શરદ પવાર જૂથ)12
સમાજવાદી પાર્ટી6
કોનાર્ક વિકાસ આઘાડી4
ભિવંડી વિકાસ આઘાડી3
અપક્ષ1