India

VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ...’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુરૂની ઘટના

By GS TEAM
22 Apr 20262 mins read
TukuTouch Logo
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પ્રેમિકાએ પ્રેમીને જીવતો સળગાવી દીધો હોવાની ભયાનક ઘટના બની છે. આ ઘાતકી હત્યાએ માનવીય સંવેદનાઓને હચમચાવી નાખી છે. અહીં એક યુવતીએ પ્રેમ અને વિશ્વાસના સંબંધોને કલંકિત કરી પોતાના જ પ્રેમીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. આરોપ છે કે, પ્રેમિકાએ વિદેશી સ્ટાઈલમાં લગ્નનું પ્રમોઝ કરવાના બહાને પ્રેમીને ઘરે બોલાવ્યા હતો, પછી તેના હાથ-પગ બાંધીને જીવતો સળગાવી દીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ...’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુરૂની ઘટના

Bengaluru Murder : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પ્રેમિકાએ પ્રેમીને જીવતો સળગાવી દીધો હોવાની ભયાનક ઘટના બની છે. આ ઘાતકી હત્યાએ માનવીય સંવેદનાઓને હચમચાવી નાખી છે. અહીં એક યુવતીએ પ્રેમ અને વિશ્વાસના સંબંધોને કલંકિત કરી પોતાના જ પ્રેમીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. આરોપ છે કે, પ્રેમિકાએ વિદેશી સ્ટાઈલમાં લગ્નનું પ્રમોઝ કરવાના બહાને પ્રેમીને ઘરે બોલાવ્યા હતો, પછી તેના હાથ-પગ બાંધીને જીવતો સળગાવી દીધો હતો.

પ્રેમિકાએ પ્રેમીને ‘સરપ્રાઈઝ પ્રપોઝલ’ આપીને દગો કર્યો

મૃતકનું નામ કિરણ હોવાનું સામે આવ્યું છે. કિરણ અને આરોપી યુવતી એક જ કંપનીમાં સાથે કામ કરતા હતા અને છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. જ્યારે યુવતીના માતા-પિતા ઘરે ન હતા, ત્યારે તેણીએ કિરણને ઘરે બોલાવ્યો હતો અને અમાનવીય ઘટનાને અંજામ આપ્યો હતો. થથરાવી દેતી આ ઘટનામાં યુવતીએ ‘સરપ્રાઈઝ પ્રપોઝલ’ આપીને દગો કર્યો હતો.

'તું ચુપ બેસ, આ વિદેશી સ્ટાઈલ છે'

જ્યારે પ્રેમી ઘરે આવ્યો ત્યારે પ્રેમિકાએ તેને કહ્યું કે, તેણી વિદેશી સ્ટાઈલમાં લગ્નનું પ્રપોઝ કરવા ઈચ્છે છે. આ કાવતરા હેઠળ તેણીએ બોયફ્રેન્ડની આંખો પર પટ્ટી અને હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા. દોરડું એટલું ફીટ બાંધવામાં આવ્યું હતું કે, કિરણને વાંધો ઉઠાવ્યો હતો. જોકે પ્રેમિકાએ તેને શાંત પાડવા માટે કહ્યું કે, ‘આ વિદેશી સ્ટાઈલ છે, તું ચુપ બેસ.’

ષડયંત્ર, અમાનવીય ક્રૂરતા... યુવતીએ હદ પાર કરી દીધી

પ્રેમિકાએ ષડયંત્ર રચીને પ્રેમીની નિર્દયતાથી હત્યા કરતા પહેલા અમાનવીય ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી છે. યુવતીએ પહેલા પ્રેમીને બાંધીને અસહાય કરી દીધો, પછી તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. લાચાર કિરણ પોતાને બચાવવામાં નિષ્ફળ ગયો અને સ્થળ પર જ તેનું તડપી તડપીને મોત થઈ ગયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આરોપી યુવતીએ ભયાનક ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો.

આ પણ વાંચો : VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ

પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

શરૂઆતમાં યુવતીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે નિવેદન આપ્યું હતું કે, તે શૌચાલયમાં હતી અને કિરણએ જાતે જ પોતાને આગ લગાવી દીધી હતી. જોકે, બ્યાદરાહલ્લી પોલીસની તપાસમાં તેની આ વાતો ખોટી સાબિત થઈ હતી. CCTV ફૂટેજથી સ્પષ્ટ થયું કે, કિરણ પાસે પેટ્રોલ નહોતું. પોલીસને શંકા છે કે પેટ્રોલ યુવતીએ પહેલાથી જ લાવીને રાખ્યું હતું. મોબાઈલમાંથી મળી આવેલો વિડિયો આ ક્રૂરતાનો સૌથી મોટો પુરાવો બન્યો છે. હાલમાં, પોલીસે આરોપી યુવતીની અટકાયત કરી છે અને હત્યા પાછળના અસલ હેતુ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી: CM ઓમર અબ્દુલ્લા થયા ભાવુક, કહ્યું- 'આતંકવાદનો અંત નજીક'