India

તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું

By GS TEAM
4 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના પ્રારંભિક વલણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બહુમતી તરફ કદમ વધારતા બેઠકોનો આંકડો 190ને પાર કરી દીધો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, ભાજપ 190થી વધુ બેઠકો પર લીડ જાળવી રાખી છે, જ્યારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ માત્ર 96 બેઠકો પર આગળ છે. આ વલણો જોતા બંગાળમાં આ વખતે સત્તા પરિવર્તન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું
(IMAGE - IANS)

West Bengal Election Results 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના પ્રારંભિક વલણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બહુમતી તરફ કદમ વધારતા બેઠકોનો આંકડો 190ને પાર કરી દીધો છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, ભાજપ 190થી વધુ બેઠકો પર લીડ જાળવી રાખી છે, જ્યારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ માત્ર 96 બેઠકો પર આગળ છે. આ વલણો જોતા બંગાળમાં આ વખતે સત્તા પરિવર્તન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

દિલીપ ઘોષનો દાવો: બંગાળમાં 'કમળ' ખીલશે

ખડગપુર સદર બેઠકના ભાજપ ઉમેદવાર દિલીપ ઘોષે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતાએ પરિવર્તન માટે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે ભાજપની જીત હવે માત્ર ઔપચારિકતા જ બાકી છે. ઘોષના મતે, બંગાળની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેના પર નવી સરકાર ખરી ઉતરશે. તેમણે ટિપ્પણી કરી હતી કે હવે બંગાળ ભારત સાથે આગળ વધશે, બાંગ્લાદેશ સાથે નહીં. જનતાએ ભાજપને પૂરતી બેઠકો આપીને સેવા કરવાની તક પૂરી પાડી છે.

તૃણમૂલના વલણ અંગે ભાજપની ચિંતા

પરિણામો વચ્ચે ભાજપે આશંકા વ્યક્ત કરી છે કે હાર ભાળી ગયેલી તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. જોકે, દિલીપ ઘોષે કહ્યું કે ચૂંટણી પંચે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરી તૈયારીઓ કરી રાખી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ હતું જ નહીં, પરંતુ ચૂંટણી પંચે કમાન સંભાળતા જ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: LIVE : મમતાના ગઢમાં 'કમળ' ખીલ્યું, તમિલનાડુમાં 'વિજયભવ', કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો

ચૂંટણી પંચની કડકાઈથી હિંસા પર બ્રેક

2021ની ચૂંટણીમાં થયેલી હિંસાની સરખામણીએ આ વખતે બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન થયું હોવાનું ભાજપે જણાવ્યું છે. દિલીપ ઘોષે કહ્યું કે પંચ દ્વારા સુરક્ષા દળોની મોટા પાયે તહેનાતીને કારણે આ વખતે કોઈ અનિચ્છનીય ઘટના કે હત્યાઓ થઈ નથી. અગાઉ મહિલાઓને વોટિંગ કરતા અટકાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે 15 વર્ષ બાદ તેમને મુક્તપણે મતદાન કરવાની તક મળી અને તેમણે પરિવર્તનનો માર્ગ પસંદ કર્યો છે. હવે નવી સરકાર પણ આ જ શાંતિપૂર્ણ માહોલમાં શપથ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.