PAK આતંકવાદીઓની હિટ લિસ્ટમાં બંગાળ CM સુવેન્દુ અધિકારી!, જંતર-મંતર પ્રોટેસ્ટ પર STFનો સનસનીખેજ ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Suvendu Adhikari Threat: પશ્ચિમ બંગાળની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે શંકાસ્પદોની અટકાયત કરી છે. STFનો દાવો છે કે, આ ગેંગના તાર સીધા પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ સાથે જોડાયેલા હતા. આ મામલે સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પણ આ આતંકવાદીઓના નિશાના પર હતા.
તપાસમાં સામે આવી આ વિગતો
પશ્ચિમ બંગાળ STFના IG ગૌરવ શર્માએ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું કે, આ મામલે હમીમ મંડલ (રહેવાસી બર્ધમાન) અને અર્પિતા સરકાર (રહેવાસી સાહેબગંજ, ઝારખંડ)ની અટકાયત કરવામાં આવી છે.મામલાની શરૂઆત હાવડાના એક વરિષ્ઠ મંત્રીને મળેલી ખંડણીની ધમકી અને તેમના પુત્રના અપહરણના કાવતરાથી થઈ હતી. શંકાસ્પદ સોશિયલ મીડિયા હેન્ડલની તપાસ કરતાં હમીમ મંડલનું નામ સામે આવ્યું હતું. તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને વૉટ્સએપ-ટેલિગ્રામ ચેટ્સ તપાસતા માલૂમ પડ્યું કે, તે પાકિસ્તાનથી સંચાલિત થતા શંકાસ્પદ હેન્ડલ્સ જેવાં કે 'રાણા', 'આબિદ જટ્ટી', 'ઉઝૈર' અને 'હાદી' સાથે સતત સંપર્કમાં હતો.
જંતર-મંતર પ્રદર્શનમાં દખલ અને રેકીનું કાવતરું
STF પ્રમુખના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ હમીમ મંડલને મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના આવવા-જવાના રસ્તાઓ, તેમના કાફલા અને સુરક્ષાની સમીક્ષા પર નજર રાખવા માટે સૂચના આપી રહ્યા હતા. આ ઉપરાંત, નવી દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન ગડબડ ફેલાવવાની જવાબદારી પણ, આ શંકાસ્પદોને આપવામાં આવી હતી. આ માટે હમીમને પોલીસ યુનિફોર્મ (વર્દી)ની વ્યવસ્થા કરવા નિર્દેશ અપાયા હતા, જેથી તે ભીડમાં ઘૂસીને માહોલ બગાડી શકે.
STF એ 30-31 ની રાત્રે બંને શંકાસ્પદોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, અને રિમાન્ડ મેળવીને સ્થાનિક નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.









