India

બાઈકથી કટ મારવા મામલે બબાલ થઇ, 12મું ભણતાં વિદ્યાર્થીને ચપ્પાના ઘા મારી મારી નાખ્યો

By GS Team
2 Oct 20242 mins read
This article was originally published on 2 Oct 2024
TukuTouch Logo
મહારાષ્ટ્રના બારામતીથી એક ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે. ત્યાં 12માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાઈકથી કટ મારવા મામલે બબાલ થઇ, 12મું ભણતાં વિદ્યાર્થીને ચપ્પાના ઘા મારી મારી નાખ્યો

Image Source: Twitter

Baramati Student Murder: મહારાષ્ટ્રના બારામતીથી એક ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે. ત્યાં 12માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. 

પરસ્પર વિવાદના કારણે આ હત્યાકાંડને અંજામ આપ્યો

મૃતકની ઓળખ અર્થવ પોલ લામના યુવક તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પરસ્પર વિવાદના કારણે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. બંને વચ્ચે 15 દિવસ અગાઉ બાઈક ચલાવતી વખતે કટ મારવા મામલે બબાલ ઈ હતી. તે સમયે બંનેએ એક-બીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

12મું ભણતાં વિદ્યાર્થીને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી વિદ્યાર્થી સ્કૂલ બેગમાં ચપ્પુ સાથે લઈને જ આવ્યો હતો. ત્યારબાદ અથર્વ જેવો તેની સામે આવ્યો તેણે તાબડતોડ ચપ્પુના ઘા ઝીંકી દીધા. અથર્વનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. આ ઘટના બાદ કોલેજ કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને એક આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો છે. 

આ મામલે અધિક પોલીસ અધિક્ષક ગણેશ બિરાદરે જણાવ્યું કે, મૃતક અને બંને આરોપીઓ સગીર છે તેથી આરોપીઓના નામ જાહેર કરવામાં નથી આવ્યા. ઘટનાની તપાસ ચાલી રહી છે.