India

અઝીમ પ્રેમજી ભારતમાં સૌથી મોટા 'ભામાશા' : રોજ 22 કરોડનું દાન કર્યું

By GS Team
10 Nov 20202 mins read
This article was originally published on 10 Nov 2020
અઝીમ પ્રેમજી ભારતમાં સૌથી મોટા 'ભામાશા' : રોજ 22 કરોડનું દાન કર્યું

શિક્ષણ ક્ષેત્રમાં સૌથી વધુ 9324 કરોડનું ડોનેશન મળ્યું

નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર

'એલ્ડગિવ હારૂન ઈન્ડિયા ફિલેન્થ્રપી 2020 લિસ્ટ' જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટ પ્રમાણે ભારતમાં સૌથી મોટા દાનવીર અથવા ભામાશા વિપ્રોના અઝીમ પ્રેમજી છે. તેમણે એક વર્ષમાં 7904 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. એટલે કે રોજના અંદાજે 22 કરોડ રૂપિયા આપ્યા છે.

લિસ્ટમાં બીજા ક્રમે એચસીએલ ટેકનોલોજીના શીવ નાદર છે, જેમણે કરેલું દાન 795 કરોડ છે. જ્યારે ત્રીજા ક્રમે 458 કરોડ સાથે મુકેશ અંબાણી છે. ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અદાણીએ પણ દાન આપવામાં ભારે કંજૂસાઈ કરી છે. 88 કરોડની મામુલી રકમ સાથે તેઓ નવમા ક્રમે છે. 

કોરોના પછી અજીમ પ્રેમજીએ 1લી એપ્રિલના દિવસે 1125 કરોડના દાનની જાહેરાત કરી હતી. તેનો પણ સમાવેશ આ રકમમાં કરી દેવાયો છે. પ્રેમજી પહેલેથી જ પોતાની 67 ટકા સંતપિ દાનમાં આપવાનું જાહેર કરી ચૂક્યા છે.

આ રિપોર્ટમાં તેમના માટે લખાયું છે કે ભારતમાં દાન કરનારાઓ માટે અજીમ પ્રેમજી રોલ મોડેલ છે.  હારૂન અને એલ્ડગિવ બન્ને મળીને ભારતમાં દર વર્ષે દાન-ધરમનું લિસ્ટ તૈયાર કરે છે. આ લિસ્ટમાં 1લી એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 સુધીનો સમયગાળો ધ્યાનમાં લેવાયો છે.

લિસ્ટમાં સંસ્થા ઉપરાંત વ્યક્તિઓનો પણ સમાવેશ કરાયો છે, જેણે કંપનીને બદલે પોતાની આવકમાંથી દાન કર્યું હોય. લિસ્ટમાં 40થી નીચેની વયના એકમાત્ર દાનવીર તરીકે 37 વર્ષના બિન્ની બંસલનો સમાવેશ થયો છે, જેઓ ફ્લિપકાર્ટના સહ-સ્થાપક છે. તેમણે દાન કરેલી રકમ રૂપિયા પાંચ કરોડ છે. 

લિસ્ટમાં દાનવીરની કુલ સંખ્યા 112 છે. બધાએ મળીને 12,050 કરોડનું દાન કર્યું હતું, જે ગયા વર્ષ કરતા 175 ટકા વધારે છે. તો વળી જેમણે 10 કરોડથી વધારે દાન કર્યું હોય એવા દાનવીરોની સંખ્યા વધીને 37માંથી 78 થઈ હતી. 

સેક્ટર મુજબ જોવામાં આવે તો સૌથી વધુ દાન શિક્ષણને મળ્યું છે. શિક્ષણમાં કુલ 9,324નું દાન મળ્યું છે. એ પછી આરોગ્ય (667 કરોડ), ડિઝાસ્ટર રિલિફ-મેનેજમેન્ટ (359 કરોડ), ગ્રામ્ય વિકાસ (274 કરોડ) અને પર્યાવરણ વિકાસને (181 કરોડ) દાન મળ્યું હતું. શહેર મુજબ જોઈએ તો સૌથી વધુ 36 દાનવીરો મુંબઈમાંથી આવ્યા છે. એ પછી દિલ્હીના 20 અને બેંગાલુરના 10 દાનવીરો લિસ્ટમાં નોંધાયા છે.

ભારતના પ્રથમ દસ દાનવીર

ક્રમ

નામ

દાન

 

 

(કરોડ રૂપિયા)

1

અઝીમ પ્રમેજી (વિપ્રો)

7904

2

શિવ નાદર ફેમિલી (એચસીએલ)

795

3

મુકેશ અંબાણી (રિલાયન્સ)

458

4

કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા)

276

5

અનિલ અગ્રવાલ (વેદાંતા)

215

6

અજય પિરામલ (પિરામલ)

196

7

નંદન નિલેકણી (ઈન્ફોસિસ)

159

8

હિન્દુજા બ્રધર્સ (હિન્દુજા)

133

9

ગૌતમ અદાણી (અદાણી)

88

10

રાહુલ બજાજ (બજાજ)

74