Get The App

ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર ભારતીય વિદ્યાર્થીઓની 40 ટકા અરજી રિજેક્ટ

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર ભારતીય વિદ્યાર્થીઓની 40 ટકા અરજી રિજેક્ટ 1 - image

- 2026માં સ્ટૂડન્ટ વિઝા પ્રક્રિયા કડક બનાવી હતી

- ભારતને હાઈએસ્ટ રિસ્ક કેટેગરીમાં મૂક્યું હતું. હાલ,ખોટા દસ્તાવેજો અને નકલી ફાઈનાન્શિયલ માહિતી આપનાર સામે કાર્યવાહી થઈ રહી છે   

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ વિદ્યાર્થી વિઝા પ્રક્રિયા વધુ કડક કરી હતી. જેના પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની લગભગ ૪૦ ટકા વિઝા અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. 

આંકડા મુજબ, એક તરફ ભારતીય વિદ્યાર્થીઓ તરફથી અરજીઓમાં લગભગ ૩૬%નો વધારો થયો છે, તો બીજી તરફ મંજૂરીનો દર ઘટયો છે. ઓસ્ટ્રેલિયાએ જાન્યુઆરી ૨૦૨૬થી ભારતને પોતાના વિદ્યાર્થી વિઝા ફ્રેમવર્ક હેઠળ હાઈએસ્ટ રિસ્ક કેટેગરીમાં મૂકી દીધું હતું. આ બદલાવ બાદ ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ કડક ચકાસણી, વધારાના દસ્તાવેજો અને નાણાકીય પુરાવા જરૂરી બની ગયા છે.  ભારત સિવાય નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોના વિદ્યાર્થીઓ પર પણ આ નિયમોની અસર થઈ છે. કેટલાક દેશોમાં તો રિજેકશન દર ૫૦ ટકાથી વધુ પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન સરકાર આ પગલાં ખરેખર અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓની ખાતરી કરવા માટે લઈ રહી છે. ખોટા દસ્તાવેજો અથવા નકલી ફાઇનાન્શિયલ માહિતી આપનાર અરજદારો સામે કડક કાર્યવાહી થઈ રહી છે.