India
કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા
By GS Team
5 Oct 20252 mins read
This article was originally published on 5 Oct 2025
કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની ODI મેચ દરમિયાન ચાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બીમાર પડ્યા હતા. તે બધાને પેટમાં ઈન્ફેક્શન લાગ્યો હતો અને ફાસ્ટ બોલર હેનરી થોર્ન્ટનને ગંભીર હાલતમાં રિજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info
કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની ODI મેચ દરમિયાન ચાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બીમાર પડ્યા હતા. તે બધાને પેટમાં ઈન્ફેક્શન લાગ્યો હતો અને ફાસ્ટ બોલર હેનરી થોર્ન્ટનને ગંભીર હાલતમાં રિજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

AI IMAGE |
Kanpur news: કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની ODI મેચ દરમિયાન ચાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બીમાર પડ્યા હતા. તે બધાને પેટમાં ઈન્ફેક્શન લાગ્યો હતો અને ફાસ્ટ બોલર હેનરી થોર્ન્ટનને ગંભીર હાલતમાં રિજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોટેલનું જમ્યા બાદ બીમાર પડ્યાનો દાવો
બાકીના ત્રણ ખેલાડીઓને મેડિકલ તપાસ બાદ રજા આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ખેલાડીઓ હોટલનું ભોજન ખાધા પછી બીમાર પડ્યા હતા, જોકે હોસ્પિટલ કે ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ દ્વારા આ આરોપોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
4 ખેલાડીને ઈન્ફેક્શન
ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજરના જણાવ્યા અનુસાર, ચાર ખેલાડીઓને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્રણ ખેલાડીઓના રિપોર્ટ સામાન્ય આવતા તેમને રજા આપવામાં આવી હતી, પરંતુ હેનરી થોર્ન્ટનમાં ગંભીર ચેપના લક્ષણો દેખાયા હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ, ટોલ પર UPIથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રાહત
ડાયેટ ચાર્ટમાં ફેરફાર
તેમની સ્થિતિમાં સુધારો થયા પછી તેમને પણ રજા આપવામાં આવી હતી. આ ઘટના બાદ, ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમના ડાયેટ ચાર્ટમાં ફેરફાર કર્યા છે. જ્યારે આનાથી ટીમની આગામી તૈયારીઓ પર અસર પડી છે, ત્યારે મેનેજમેન્ટે જણાવ્યું છે કે ખેલાડીઓનું સ્વાસ્થ્ય તેમની ટોચની પ્રાથમિકતા છે.




