Get The App

ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ 1 - image


- મુખ્ય ન્યાયાધિશે બુલડોઝર જસ્ટિસની ટીકા કરતા ચુકાદાનાં વખાણ કર્યા

- સત્તાનો ઉપયોગ ભેદભાવ માટે નહીં પણ નિષ્પક્ષ સ્વરૂપે થવો જોઇએ, કાયદાનું શાસન માત્ર નિયમો નહીં માર્ગદર્શક પણ છે 

નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ મોટું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ભારત બુલડોઝરથી નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે. આ સાથે જ મુખ્ય ન્યાયાધીશ ગવઇએ બુલડોઝર જસ્ટિસની ટિકા કરનારા પોતાના જ ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. જે દરમિયાન આ નિવેદન આપ્યું હતું. કેટલાક રાજ્યોમાં આરોપીઓ કે દોષિતોને સજાના ભાગરૂપે તેમના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવતું હોય છે. જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હતી. આ ચુકાદાનો ઉલ્લેખ કરીને ગવઇએ કહ્યું હતું કે ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલશે.  

મોરિશિયસમાં વિશ્વનીસૌથી મોટી લોકશાહીમાં કાયદાના શાસન પર લેક્ચર આપતા સીજેઆઇ ગવઇએ વધુમાં કહ્યું હતું કે કાયદાનું શાસન માત્ર નિયમોનો સમૂહ નથી, આ એક નૈતિક અને મોરલ ફ્રેમવર્કની ડિઝાઇન છે. જેને સમાનતા બનાવી રાખવા, માનવીય ગૌરવનું રક્ષણ કરવા અને એક વિવિધ તેમજ જટિલ સમાજનું માર્ગદર્શન કરવા માટે તૈયાર કરાઇ છે. બુલડોઝર જસ્ટિસના ચુકાદામાં સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો   છે કે ભારતીય ન્યાય વ્યવસ્થા કાયદાના શાસનથી ચાલે છે, બુલડોઝરના શાસનથી નહીં. સત્તાનો ઉપયોગ નિષ્પક્ષ રૂપે થવો જોઇએ કોઇ સાથે બદલાની ભાવનાના સ્વરૂપમાં નહીં. 

મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે જો કોઇ બાબતને કાયદાકીય માન્યતા મળી ગઇ હોય તો તેનો મતલબ એ નથી થતો કે તે ખરેખર ન્યાયસંગત છે. ઇતિહાસમાં એવા ઘણા ઉદાહરણો છે જેમ કે અમેરિકા સહિતના અનેક દેશોમાં ગુલામી કાયદેસર માનવામાં આવતી હતી, ભારતના પણ ૧૮૭૧ના આપરાધિક જનજાતિ અધિનિયમ જેવા કાયદાએ પુરા સમુદાયને જન્મથી અપરાધી જાહેર કરી દીધો. વિશ્વભરમાં અલગ અલગ ક્ષેત્રોના કાયદાઓએ મૂળ નિવાસીઓ અને હાશિયા પર ધકેલાયેલા સમુહને દંડ આપ્યો. જેને પગલે વ્યવસ્થાગત અન્યાયને બળ મળ્યું હતું. જ્યારે કોઇ વિરોધ કરે ત્યારે તેમનો અવાજ દબાવવા માટે દેશદ્રોહ જેવા કાયદાઓનો ઉપયોગ કરાતો હતો. ભારતના બંધારણના આર્ટિકલ ૩૨માં જણાવાયું છે કે કાયદાએ ન્યાય આપવો પડશે, નબળા લોકોનુ રક્ષણ કરવું પડશે.

Tags :