Get The App

દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : 'એક સામ્રાજ્ય પતનના આરે'

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : 'એક સામ્રાજ્ય પતનના આરે' 1 - image

આ બેઠકમાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું 'પ્રાદેશિક અસ્થિરતા તે દરેક પક્ષ આક્રમણકાર માટે પણ લૂઝ-લૂઝ પરિસ્થિતિ કરે છે'

નવી દિલ્હી: દિલ્હીમાં મળી રહેલી બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની પરિષદમાં ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકા ઉપર સખત પ્રહારો કર્યા હતા, અને દુનિયાને ઢીંકે ચઢાવવાનો અમેરિકા ઉપર આક્ષેપ કર્યો હતો. સાથે કહ્યું કે, અમેરિકાની વર્તણુંક 'પતનનાં આરે રહેલાં એક સામ્રાજ્ય જેવી છે.'

બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓએ કરેલાં સંબોધનમાં અરાઘચીએ કહ્યું હતું કે હવે દુનિયાભરના દેશોને તે સમજાઈ ગયું છે કે પ્રાદેશિક અસ્થિરતા, આક્રમણકાર સહિત દરેક માટે લૂઝ લૂઝ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. જેઓ વગર વિચાર્યું સાહસ કરે છે અને પોતાનાં ભૂ રાજકીય હીતો સિધ્ધ કરી શકશે તેમ ભલે માનતા રહે પરંતુ આ ખંડમાં રહેલા દરેક અમેરિકાની દાદાગીરી સામે અમારા સંઘર્ષને સમજી શકે છે. હું તો ત્યાં સુધી કહેવા તૈયાર છું કે આપણામાંથી ઘણાએ ઓછા વત્તા પ્રમાણમાં આ ભીંસ ભોગવી જ હશે.

આ સાથે તેઓએ બ્રિક્સના સભ્ય દેશોને કહ્યું હતું કે હવે સાથે મળી કામ કરવાનો વખત આવી ગયો છે અને આવી કાર્યવાહીઓ તો ઇતિહાસની કચરા પેટીમાં ફેંકી દેવાની જરૂર છે.

આ વક્તવ્યમાં એક સામ્રાજ્ય પતનના આરે કહી અરાઘચીએ અમેરિકા ઉપર તીવ્ર પ્રહાર કર્યો હતો.