India

યુવાનોના આંદોલનમાં તોડફોડ બાદ આસામ અને મેઘાલય વચ્ચે વિવાદ, ચિંતા વધતાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
આસામ અને મેઘાલય વચ્ચે સરહદી વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. 19 ઓગસ્ટે શિલોંગમાં હિંસા બાદ, આસામના વાહનોને નિશાન બનાવાયા. જેના પગલે આસામના લોકોએ મેઘાલયના વાહનો રોક્યા. 'નોર્થ ઈસ્ટ પેટ્રોલિયમ મજૂર સંગઠન'ની ધમકીથી મેઘાલયમાં ઇંધણની સપ્લાય ખોરવાઈ છે. પરિણામે, મેઘાલયના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેનાથી તણાવ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુવાનોના આંદોલનમાં તોડફોડ બાદ આસામ અને મેઘાલય વચ્ચે વિવાદ, ચિંતા વધતાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો

Assam Meghalaya Tension Fuel Shortage Long Queues at Petrol Pumps | ભારતના ઉત્તર-પૂર્વના બે પડોશી રાજ્યો આસામ અને મેઘાલય વચ્ચે ફરી એકવાર ગંભીર તણાવની સ્થિતિ સર્જાઈ છે. 19 ઓગસ્ટના રોજ શિલોંગમાં ફાટી નીકળેલી હિંસા બાદ બંને રાજ્યો વચ્ચેનો વિવાદ એટલો વકરી ગયો છે કે તેની સીધી અસર હવે પરિવહન અને પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય ચેઇન પર પડી છે. મેઘાલયના મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.

19 ઓગસ્ટની ઘટના: શિલોંગમાં બ્લેક ફ્લેગ રેલીથી વિવાદની શરૂઆત થઈ

મેઘાલયની ખાસી સ્ટુડન્ટ યુનિયન (KSU) દ્વારા સ્થાનિક આદિવાસીઓના અધિકારોનું રક્ષણ અને ભરતી પ્રક્રિયામાં સુધારા સહિતની 5 મુખ્ય માંગણીઓને લઈને સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ મુદત પૂરી થતાં 19 ઓગસ્ટે શિલોંગમાં 'બ્લેક ફ્લેગ બાઈક રેલી' કાઢવામાં આવી હતી.

આ રેલી દરમિયાન તોડફોડ કરીને 31 વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ વાહનોમાં કેટલાક આસામ પાસિંગના વાહનો પણ સામેલ હતા.

તોડફોડનો બદલો લેવા આસામના લોકોએ મેઘાલયના વાહનો રોક્યા

આસામના વાહનોને નિશાન બનાવાતા 20 ઓગસ્ટે આસામના ટેક્સી અને કોમર્શિયલ વ્હીકલ ઓપરેટરોએ મેઘાલય પાસિંગના વાહનોને આસામમાં પ્રવેશતા રોકી દીધા હતા. તેના વળતા જવાબમાં મેઘાલયમાં પણ અનેક સ્થળોએ અસમના વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી હતી.

પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઠપ કરવાની ધમકી

આ વિવાદ વધુ વણસતાં 'નોર્થ ઈસ્ટ પેટ્રોલિયમ મજૂર સંગઠન' દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે તેઓ આસામથી મેઘાલયમાં ઈંધણની સપ્લાય થવા દેશે નહીં. શુક્રવારે જે નિયમિત ટેન્કર મેઘાલય પહોંચવાનું હતું તે રવાના જ થઈ શક્યું નથી.

મેઘાલય સરકારના નિર્દેશો અને પંપો પર લાઈનો

મેઘાલય રાજ્ય ખાદ્ય સામગ્રી, પેટ્રોલ, ડીઝલ તેમજ રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે સંપૂર્ણપણે આસામ પર નિર્ભર છે. ટ્રાન્સપોર્ટેશન ખોરવાઈ જતાં પેટ્રોલ પંપો પર સવારથી રાત સુધી વાહનચાલકોની કતારો જોવા મળી રહી છે.છે.