પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ai Image |
Bihar News : બિહારના અરરિયા જિલ્લાના ફારબિસગંજ વિસ્તારની સબ્જી મંડીમાં આજે સવારે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં બે લોકોના મોત થયા છે. આ હિંસક ઘટનામાં પહેલા એક સત્તુ વેચનારા શખ્સે પિકઅપ ડ્રાઈવરની હત્યા કરી અને ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ હત્યારાને પણ ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ગળું કાપીને માથું ધડથી અલગ કરી નાખ્યું
મળતી માહિતી મુજબ, પિકઅપ ડ્રાઈવર નબી હુસૈન સબ્જી મંડીમાં માલ લેવા માટે આવ્યો હતો. ગાડી ઉભી રાખવા બાબતે તેનો વિવાદ ત્યાં સત્તુ વેચતા રાહુલ ચૌહાણ સાથે થયો હતો. વિવાદ એટલો વકર્યો કે રાહુલ ચૌહાણે તીક્ષ્ણ હથિયાર વડે નબી હુસૈનનું ગળું કાપી નાખ્યું હતું. હુમલો એટલો ભયાનક હતો કે ડ્રાઈવરનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. મૃતક નબી હુસૈન નજીકના ગામનો રહેવાસી હતો અને તેને ત્રણ સંતાનો છે.
પોલીસના જાપ્તામાંથી ખેંચીને હત્યારાની હત્યા
આ ખૌફનાક મંજર જોઈને મંડીમાં હાજર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જ્યારે પોલીસ આરોપી રાહુલ ચૌહાણને ધરપકડ કરીને લઈ જઈ રહી હતી, ત્યારે સેંકડો લોકોના ટોળાએ તેને પોલીસ કસ્ટડીમાંથી બહાર ખેંચી લીધો હતો. પોલીસની નજર સામે જ ભીડે રાહુલને બેરહેમીથી ફટકારીને ઓન ધ સ્પોટ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભીડ એટલી મોટી હતી કે પોલીસ લાચાર બની ગઈ હતી.
પરિવારમાં શોક અને વિસ્તારમાં દહેશત
મૃતક ડ્રાઈવરના ભાઈએ જણાવ્યું કે, તેના ભાઈની કોઈની સાથે દુશ્મની નહોતી, તે માત્ર રોજીરોટી માટે મંડીમાં આવતો હતો. આ ડબલ મર્ડરની ઘટના બાદ ફારબિસગંજ વિસ્તારમાં ભયનો માહોલ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસે બંને શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.









