India

જંતર-મંતર પર આંદોલન વચ્ચે વધુ એક પેપર લીક! ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીની 2 પરીક્ષાઓ રદ

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના 2 પેપર લીક થતાં પરીક્ષા રદ કરાઈ છે. શિવાલીક કૉલેજના પ્રોફેસર આશિષ કુમારે વોટ્સએપ ગ્રૂપમાં પ્રશ્નો મોકલ્યા હતા. વાઇસ ચાન્સેલરે જણાવ્યું કે, પ્રોફેસરને 7 વર્ષ માટે પરીક્ષાની કામગીરીમાંથી હટાવાયા છે. ઑગસ્ટમાં ફરી પરીક્ષા લેવાશે. દેશભરમાં પેપર લીકના વિરોધ વચ્ચે આ ઘટનાથી યુનિવર્સિટીની ભૂમિકા પર સવાલ ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જંતર-મંતર પર આંદોલન વચ્ચે વધુ એક પેપર લીક! ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીની 2 પરીક્ષાઓ રદ

Uttarakhand University Paper Leak : દિલ્હીના જંતર-મંતર પર પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે ઉત્તરાખંડમાં પણ વધુ એક પેપર લીકની ઘટના સામે આવી છે. ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના 2 પેપર કથિત રીતે લીક થયા બાદ બંને વિષયની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. આ મામલે શિવાલીક કૉલેજના પ્રોફેસર આશિષ કુમાર સામે કેસ નોંધવામાં આવ્યો છે અને ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે.

પ્રોફેસરે વોટ્સએપ ગ્રૂપમાં મોકલ્યા પ્રશ્નો

શિવાલીક કૉલેજ ઓફ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર આશિષ કુમાર પેપર સેટર તરીકે કામ કરતા હતા. તેમના પર આરોપ છે કે, તેમણે 8 જુલાઈ રોજ યોજાયેલી પરીક્ષા પહેલાં 'Machine Learning for Internet of Things' વિષયના પરીક્ષાને મળતા આવતા 90% સવાલો પોતાના 22 વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રૂપમાં મોકલી દીધા હતા. તપાસ દરમિયાન ખબર પડી કે આ સિવાય અન્ય એક પેપર પણ પહેલાથી લીક થઈ ચૂક્યું હતું.

યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરનું નિવેદન

વીર માધો સિંહ ભંડારી ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તૃપ્તા ઠાકુરે જણાવ્યું કે 'અમે આગામી 7 વર્ષ માટે તે શિક્ષકને પરીક્ષાની તમામ કામગીરીમાંથી હટાવી દીધા છે. શિક્ષકે પોતાના 22 બાળકો માટે આ ગેરરીતિ આચરી છે. આવા શિક્ષકોને પરીક્ષામાં ક્યારેય સામેલ ન કરવા એ અમારી નૈતિક ફરજ છે. અમે કૉલેજ દ્વારા કરાયેલી કાર્યવાહીથી સંતોષી નથી અને કૉલેજને શિક્ષક સામે કેસ નોંધવા જણાવ્યું છે.'

ગસ્ટ મહિનામાં ફરી લેવાશે પરીક્ષા

લીક થયેલા બંને પેપર રદ્દ કર્યા બાદ હવે યુનિવર્સિટી દ્વારા આગામી ઑગસ્ટ મહિનામાં ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. વાઇસ ચાન્સલરે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. દેશભરમાં પેપર લીક સામે વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે આ ઘટના સામે આવતા કૉલેજની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.