CJP ના દેખાવો પતી ગયા પછી વધુ એક NEET સ્ટુડન્ટે આત્મહત્યા કરી, ઓછા માર્ક્સ આવ્યા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NEET Student Commit Suicide: એક તરફ જ્યાં નવી દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીકને લઈને ચાલી રહેલું કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પૂરું થઈ ગયું છે, તો બીજી તરફ આનાથી જોડાયેલા આત્મહત્યાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાંથી આવા જ એક સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અહીં કરજત તાલુકાના એક ગામમાં 19 વર્ષની વિદ્યાર્થીની અંકિતા સાંગલેએ NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા બાદ તણાવમાં આવીને આત્મહત્યા કરી લીધી છે.
વિરોધ પ્રદર્શન પૂર્ણ પરંતુ આત્મહત્યાનો સિલસિલો યથાવત
અંકિતાએ દિલ્હીમાં CJPની આગેવાનીમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન પૂરું થવાના એક દિવસ પછી જ આ ભયાનક પગલુ ભર્યું છે. તમને જણાવી દઈએ કે નીટ પરીક્ષામાં થયેલા પેપર લીક, રી-એક્ઝામ અને પરિણામોની અનિશ્ચિતતા વચ્ચે ઘણા વિદ્યાર્થીઓ ભારે માનસિક દબાણમાંથી પસાર થઈ રહ્યા હતા. આ પહેલા પણ દેશના અલગ-અલગ ખૂણેથી ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓએ પેપર લીકને જવાબદાર ઠેરવતા આત્મહત્યા કરી લીધી હતી. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકાર તરફથી આશ્વાસન મળ્યા બાદ જંતર-મંતર પર CJPનો વિરોધ પ્રદર્શન અને અનશન તો સમાપ્ત થઈ ગયો, પરંતુ આત્મહત્યાનો સિલસિલો ચાલુ છે.
ડિપ્રેશનમાં હતી અંકિતા
એક ન્યૂઝ એજન્સની જણાવ્યા પ્રમાણે અંકિતાને NEETની પરીક્ષામાં 166 માર્ક્સ જ મળ્યા હતા. અપેક્ષા કરતાં ખૂબ ઓછા માર્ક્સ આવવા અને ડૉક્ટર બનવાનું સ્વપ્ન તૂટતું જોઈને અંકિતા ઊંડા ડિપ્રેશનમાં જતી રહી હતી. શનિવારે બપોરે જ્યારે પરિવારના લોકો બહાર ગયા હતા અને ઘરમાં કોઈ નહોતું ત્યારે અંકિતાએ ફાંસી લગાવીને પોતાના જીવનનો અંત આણ્યો.
પરિવારજનો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે અંકિતાને ફાંસીએ લટકતી જોઈને તેમના હોશ ઊડી ગયા હતા. આ તરફ મામલાની સૂચના મળતા જ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અધિકારીઓનું કહેવું છે કે, 'અમે અંકિતાના ડિપ્રેશન અને મોત પાછળના તમામ કારણોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ.'
CJPનું પ્રદર્શન પૂર્ણ
આ પહેલા જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ વિરોધ પ્રદર્શન ગત શનિવારે પૂર્ણ થયો. સરકારે પ્રદર્શનકારીઓની માંગણીઓ માની લીધી છે. જ્યાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે, ત્યાં બીજી તરફ સરકારે પેપર લીક જેવી ગડબડો રોકવા માટે એક હાઈ પાવર્ડ કમિટી બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિજનોને વળતર પણ આપવામાં આવશે. જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા યુવાનોએ પણ આ વાત પ્રમુખતાથી ઉઠાવી હતી કે, 'પેપર લીક, પરિણામોની ગડબડી અને પરીક્ષાનો ભારે બોજ દેશના યુવાનોના માનસિક સ્વાસ્થ્યને ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યો છે.'









