For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પૈસા ભરો અથવા જેલમાં જાઓ, અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટનું અલ્ટિમેટમ

Updated: Feb 20th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2019, બુધવાર

રિલાયન્સ ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીને એક તરફ જ્યાં રાફેલ વિવાદને લઇને વિપક્ષ ઘેરી રહી છે ત્યાં હવે કોર્ટની અવમાનના કરવા બદલ જેલ જવું પડશે. દેશની સર્વૌચ્ચ કોર્ટે એરિક્સન ઇન્ડિયાની અરજી પર અનિલ અંબાણીને કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ દોષી ઠેરાવ્યાં છે. કોર્ટે આ કેસમાં અનિલ અંબાણી ઉપરાંત કંપનીના ગ્રુપના બે ડાયરેક્ટરને પણ દોષી ઠેરાવ્યાં છે.

કોર્ટે અનિલ અંબાણીને આકરા શબ્દોમાં એરિક્સન ઇન્ડિયાને 4 અઠવાડિયાની અંદર 453 કરોડની બાકી રહેલી રકમ ચૂકવવા આદેશ આપ્યો છે. સાથે જ તે પણ કહેવામાં આવ્યું છે કે સમયસીમાની અંદર જો બાકી રહેલી રકમ નહીં ચૂકવવામાં આવે તો ત્રણેયને ત્રણ-ત્રણ મહિનાની જેલની સજા પણ થશે. સુપ્રીમ કોર્ટે ત્રણેય પર કોર્ટના આદેશના તિરસ્કાર બદલ એક-એક કરોડનો દંડ પણ ફટકાર્યો છે. 

અનિલ અંબાણી તરફથી કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકિલ મુકુલ રોહતગીએ કહ્યું,‘‘અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સમ્માન કરી છીએ. મને આશા છે કે આરકોમ કોર્ટના આદેશનો આદર કરશે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણી અને અન્યની સામે બાકી રહેલી રકમ નહીં ચૂકવવા પર ટેલિકોમ સાધનો ઉત્પાદક એરિક્સને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.


આ પણ વાંચો.....

અવમાનના કેસમાં અનિલ અંબાણી દોષી કરાર, એરિક્સનને 453 કરોડ રૂપિયા આપવા પડશે


એરિક્સનને કરોડની બાકી રકમ ચૂકવવા ન બદલ સુપ્રીમની અનિલ અંબાણીને નોટિસ

Gujarat