India

VIDEO: જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, નીતીશ કુમારને પગે લાગીને લીધા આશીર્વાદ

By GS TEAM
3 Feb 20262 mins read
TukuTouch Logo
બિહારમાં મોકામાથી ધારાસભ્ય અનંત સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારને પગે લાગી રહ્યા છે. આ વીડિયોમાં નીતિશ કુમાર તેમને આશીર્વાદ પણ આપતા જોવા મળી રહ્યા છે. જે સમયે અનંત સિંહ મુખ્યમંત્રીને પગે લાગી રહ્યા હતા, ત્યારે બાજુમાં સમ્રાટ ચૌધરી પણ હાજર હતા. વીડિયોમાં બંનેને વાતચીત કરતા પણ જોઈ શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, નીતીશ કુમારને પગે લાગીને લીધા આશીર્વાદ

Anant Singh Video: બિહારમાં મોકામાથી ધારાસભ્ય અનંત સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારને પગે લાગી રહ્યા છે. આ વીડિયોમાં નીતિશ કુમાર તેમને આશીર્વાદ પણ આપતા જોવા મળી રહ્યા છે. જે સમયે અનંત સિંહ મુખ્યમંત્રીને પગે લાગી રહ્યા હતા, ત્યારે બાજુમાં સમ્રાટ ચૌધરી પણ હાજર હતા. વીડિયોમાં બંનેને વાતચીત કરતા પણ જોઈ શકાય છે.

મંગળવારે અનંત સિંહ વિધાનસભાની સદસ્યતાના શપથ લેવા માટે જેલથી સીધા વિધાનસભા ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ધારાસભ્ય પદના શપથ લીધા અને પછી તાત્કાલિક જેલ માટે રવાના થઈ ગયા. આ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારી પણ હાજર રહ્યા હતા. જે દરમિયાન અનંત સિંહ વિધાનસભામાં પહોંચ્યા હતા. તે સમયે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અન્ય મોટા નેતા પણ હાજર હતા.

નીતિશ કુમારે હાલચાલ પૂછ્યા

મુખ્યમંત્રી નીતિશ કુમારને જોતાં જ અનંત સિંહ અટકી ગયા અને તેમને પગે લાગ્યા. આ દરમિયાન નીતિશ કુમારે તેમના હાલ પૂછ્યા. જેના પર તેમણે કેટલાક જવાબ પણ આપ્યા. આ સમયે નીતિશ કુમારની સાથે સમ્રાટ ચૌધરી પણ હાજર હતા. અનંત સિંહે તેમની સાથે પણ વાત કરી.

હું નિર્દોષ શું મને ન્યાય મળશે: અનંત સિંહ

વિધાનસભાની બહાર નીકળતા સમયે અનંત સિંહે પત્રકારો સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે, મને ન્યાય મળશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, વિપક્ષ શું બોલશે, તેમને બોલવા માટે કંઈ રહ્યું છે? તમને જણાવી દઈએ કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં અનંત સિંહે મોકામા વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. જેડીયુ ધારાસભ્ય અનંતસિંહ પર ચૂંટણી પ્રચાર દરમિયાન દુલારચંદ યાદવની હત્યાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવાઈ હતી. ત્યારથી તેઓ જેલમાં છે અને મંગળવારે વિધાનસભામાં શપથ માટે પહોંચ્યા હતા.