કેરલમમાં બીમાર હાથીના બચ્ચા 'માયા'ની મદદ માટે આગળ આવ્યા અનંત અંબાણી, સારવાર માટે વનતારા એરલિફ્ટ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Elephant Calf Maya Airlifted From Kerala To Vantara: કેરલમના કાપ્રીક્કાડ ખાતે આવેલા અભયારણ્યમ કેમ્પમાં ઉછરેલા 18 મહિનાના હાથીના બચ્ચા 'માયા' માટે સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે. જુલાઈ 2026માં અકસ્માતે પડી જવાથી પગ પર ઊભા રહેવાની ક્ષમતા ગુમાવી ચૂકેલા હાથીના બચ્ચા માયાની તબિયત સતત લથડતાં, તેને વિશેષ સારવાર માટે કોચિથી જામનગર સ્થિત વનતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવી છે. ડૉક્ટરોએ તેને 'યુથેનેશિયા' (દયા-મૃત્યુ)થી બચાવવાના અંતિમ પ્રયાસરૂપે, વધુ સારી પશુ ચિકિત્સા માટે વનતારામાં મોકલી છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું જ્યારે કેરળના અધિકારીઓએ વનતારા પાસે મદદ માંગી, જેથી સારવારના તમામ સંભવિત વિકલ્પો અજમાવી શકાય.
વનતારામાં મળશે ઉત્તમ પશુ ચિકિત્સા
19 એપ્રિલ 2025ના રોજ, માયા મલાયાત્તૂર ડિવીઝનના કાપ્રીક્કાડ પાસે, ગંભીર રીતે ડિહાઇડ્રેટ થયેલી નવજાત અવસ્થામાં મળી હતી. તેને બચાવીને અભયારણ્યમ લાવવામાં આવી, જ્યાં કેરળ વન વિભાગે દિવસ-રાત તેની સંભાળ રાખી. પરંતુ, તેનો સંઘર્ષ અહીં પૂરો ન થયો. 2 જુલાઈ 2026ના રોજ, તે લપસી ગઈ અને તેના જમણા ખભામાં ઈજા થઈ હતી. ફિઝિયોથેરાપી અને સપ્લિમેન્ટ્સ આપવા છતાં, તેની સ્થિતિ ઝડપથી બગડવા લાગી. ઓક્ટોબરના અંત સુધીમાં, તે ઊભી પણ રહી શકતી નહોતી અને માત્ર પ્રવાહી આહાર જ લઈ રહી હતી. તપાસમાં જાણ થઈ કે, તેના અંગોમાં અનેક ફ્રેક્ચર છે, છાતીમાં સંક્રમણ છે અને હાડકાં ખૂબ જ નબળા પડી ગયા છે. હાડકાં અત્યંત નાજુક હોવાને કારણે અને સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાથી મેડિકલ બોર્ડે 29 ઓક્ટોબરે તેને વધુ પીડાથી બચાવવા માટે 'યુથેનેશિયા' (દયા-મૃત્યુ)ની ભલામણ કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો.
દયા-મૃત્યુની ભલામણ બાદ સારવારની નવી આશા
કેરળના મુખ્ય વન્યજીવ વોર્ડન, ડૉ. પી. પુગાઝેંડીએ મામલો અહીં જ બંધ કરવાના બદલે નિષ્ણાતો પાસેથી વધુ અભિપ્રાય લેવાનું નક્કી કર્યું. વીડિયો કન્સલ્ટેશન દરમિયાન માયાના એક્સ-રે અને બ્લડ ટેસ્ટની તપાસ કરવા પર, વનતારાના પશુ ચિકિત્સા નિષ્ણાતોને પેરાથાઇરોઇડ સાથે જોડાયેલી એક એવી સમસ્યા વિશે ખબર પડી, જેનો ઇલાજ શક્ય છે. આ નવી શક્યતાને ધ્યાનમાં રાખીને, 5 નવેમ્બરે સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે માયાને વનતારા મોકલી દેવામાં આવે. ત્યાં તેને દર્દમાંથી રાહત માટે યોગ્ય સંભાળ મળશે, અત્યાધુનિક તપાસની સુવિધા મળશે અને તેને સુરક્ષિત રીતે યોગ્ય સ્થિતિમાં રાખવા માટે હાઇડ્રોલિક લિફ્ટિંગ સિસ્ટમની મદદ પૂરી પડાશે.
સહાનુભૂતિપૂર્ણ સંભાળનું એક સહયોગી મોડેલ
વનતારાએ સારવારની એક યોજના તૈયાર કરી લાઇફ-સપોર્ટ સિસ્ટમથી સજ્જ એરલિફ્ટની વ્યવસ્થા કરીને માયાને જામનગર લાવવાનું નક્કી કર્યુ હતું. માયાને અજાણ્યા વાતાવરણમાં સુરક્ષિત અનુભૂતિ કરાવવા માટે, કેરળ વન વિભાગે સહાયક વન પશુ ચિકિત્સા અધિકારી ડૉ. બિનોય સી. બાબુ અને માયાની સંભાળ રાખનાર, નિખિલ બાબુને તેની સાથે વનતારામાં મોકલ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, જામનગરમાં સારવારના પૂરા સમયગાળા દરમિયાન, તેની સંભાળ રાખનાર તેની સાથે જ રહેશે, જેથી માયાને સહાનુભૂતિ મળશે.




