India

રાહુલ ગાંધીએ ધરણાં વચ્ચે પોસ્ટ કર્યો VIDEO, કહ્યું- ‘300થી વધુ સાંસદો પહોંચ્યા, CEC જ્ઞાનેશ કુમાર અમને કેમ મળી રહ્યા નથી?’

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસ અને વિપક્ષી દળોએ દિલ્હીથી ઝારખંડ સુધી ચૂંટણી પંચ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. 300થી વધુ સાંસદો સંસદથી ચૂંટણી પંચ કચેરી તરફ કૂચ કરી, પરંતુ તેમને રોકવામાં આવ્યા. રાહુલ ગાંધીએ CEC સામે સવાલ ઉઠાવ્યા. રાંચીમાં કોંગ્રેસ કાર્યકરોએ મુખ્ય ચૂંટણી અધિકારીની ઑફિસ પર કાળી શાહી ફેંકી. વિરોધ ચાલુ રાખવાની ચીમકી અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધીએ ધરણાં વચ્ચે પોસ્ટ કર્યો VIDEO, કહ્યું- ‘300થી વધુ સાંસદો પહોંચ્યા, CEC જ્ઞાનેશ કુમાર અમને કેમ મળી રહ્યા નથી?’

Congress Protest : ચૂંટણી પંચ સામે કોંગ્રેસ અને વિપક્ષી દળોનો વિરોધ દિલ્હીથી લઈને ઝારખંડ સુધી ઉગ્ર બન્યો છે. મંગળવારે વિપક્ષના સાંસદો સંસદથી ચૂંટણી પંચની ઑફિસ તરફ કૂચ કરીને પહોંચ્યા હતા. તેઓ મતદાર યાદી અને SIR મામલે ચૂંટણી કમિશનરોને મળીને પોતાના પ્રશ્નો રજૂ કરવા માંગતા હતા. આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરીને સવાલ કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) વિપક્ષી સાંસદોને કેમ મળી રહ્યા નથી?

300થી વધુ સાંસદોને રોકવા સામે રાહુલ ગાંધીના સવાલ

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વિપક્ષના લોકસભા અને રાજ્યસભાના 300થી વધુ સાંસદો ચૂંટણી પંચને મળવા પહોંચ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે તેઓ દેશના કરોડો લોકોના પ્રતિનિધિ છે, ત્યારે તેમને ચૂંટણી પંચ સુધી જતાં કેમ રોકવામાં આવી રહ્યા છે? રાહુલ ગાંધીએ પોલીસની કાર્યવાહી અને રસ્તામાં અટકાવવા સામે પણ આકરા સવાલો ઉઠાવ્યા હતા.

આકાશવાણી ભવન પાસે વિપક્ષી સાંસદોની અટકાયત અને ધરણાં

ચૂંટણી પંચની ઑફિસ તરફ આગળ વધી રહેલા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને INDIA ગઠબંધનના અન્ય સાંસદોને પોલીસે અધવચ્ચે જ અટકાવી દીધા હતા. આથી નારાજ વિપક્ષી નેતાઓ નજીકના આકાશવાણી ભવન પાસે જ ધરણાં પર બેસી ગયા હતા. ત્યાંથી ચૂંટણી પંચનું કાર્યાલય માત્ર 100 મીટરના અંતરે આવેલું હતું.

કાર્યકરોને જગ્યા ખાલી કરવા પોલીસની ચેતવણી

વિસ્તારમાં BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ હોવાથી પોલીસે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોને જગ્યા ખાલી કરવા ચેતવણી આપી હતી. ત્યારબાદ CPI(M) સાંસદ જોન બ્રિટ્ટાસ, વી. શિવદાસન સહિત કેટલાક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા પવન ખેડાએ સરકાર પર ડરી જવાનો આરોપ લગાવ્યો હતો.

રાંચીમાં ચૂંટણી અધિકારીની ઑફિસ પર તોડફોડ અને કાળી શાહી

દિલ્હી ઉપરાંત ઝારખંડની રાજધાની રાંચીમાં પણ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. યુથ કોંગ્રેસના કાર્યકરો ધુર્વા સ્થિત મુખ્ય ચૂંટણી અધિકારીની ઑફિસે પહોંચ્યા અને બેરિકેડ્સ તોડી મુખ્ય દરવાજા સુધી પહોંચી ગયા હતા. પ્રદર્શનકારીઓએ મુખ્ય ચૂંટણી અધિકારીના બોર્ડ પર કાળી શાહી લગાવી દીધી હતી અને પ્રવેશદ્વાર પર ભાજપ કાર્યાલયનું પોસ્ટર ચોંટાડી દીધું હતું.

CEC જ્ઞાનેશ કુમારના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કુમાર ગૌરવે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ ભાજપની ઑફિસની જેમ કામ કરી રહ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે જણાવ્યું કે દેશની લોકશાહી માટે સૌથી મોટો ખતરો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે. કોંગ્રેસે જ્યાં સુધી CEC રાજીનામું ન આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે અને INDIA બ્લોકના નેતાઓ હવે 8 ઑક્ટોબરે ફરી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે.