ચોમાસું સત્ર પહેલા 40 પાર્ટીઓની સર્વપક્ષીય બેઠક, આવતીકાલે સંસદમાં રજૂ કરાશે વંદે માતરમનું બિલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Monsoon Session, All-Party Meeting : આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં મોટો વિવાદ ઉભો થયો છે. બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, ડીએમકે સહિત 40 પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 20 બળવાખોર સાંસદોને સામેલ કરતા વિપક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો. આ મામલે વિપક્ષના નેતાઓ વોકઆઉટ કરી ગયા છે.
TMCના બળવાખોર સાંસદો બેઠકમાં આવતા વિપક્ષ લાલઘૂમ
વિપક્ષોએ આક્ષેપ કર્યો છે કે, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ હજુ સુધી ટીએમસીના બળવાખોર જૂથને માન્યતા આપી નથી, છતાં કેન્દ્ર સરકારે તેમના 20 બળવાખોર સાંસદોને બેઠકમાં કેમ બોલાવ્યા?
બેઠકમાં સારી ચર્ચા થઈ : કિરેન રિજિજુનો દાવો
બીજીતરફ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, સર્વપક્ષીય બેઠકમાં સારી ચર્ચા થઈ છે, તમામ નેતાઓએ પોતપોતાની રજૂઆત કરી છે. કોઈપણ અડચણ વગર ગૃહની કામગીરી ચાલુ રહે, તે આપણા બધાની જવાબદારી છે.
કાલે વંદે માતરમનું બિલ રજૂ કરાશે
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી યોજાવાનું છે. આ દરમિયાન કુલ 19 બેઠકો યોજાવાની છે. રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકાર સત્રના પહેલા જ દિવસે એટલે કે સોમવારે વંદે માતરમનું બિલ રજૂ કરી શકે છે.
બળવાખોર સાંસદોને સર્વપક્ષીય બેઠકમાં કેમ બોલાવાયા : મહુઆ મોઈત્રા
ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, કોંગ્રેસ, ટીએમસી સહિત તમામ વિપક્ષઓે સર્વપક્ષીય બેઠકમાં વોકઆઉટ કર્યું છે. સંસદની સત્તાવાર યાદીમાં અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સંખ્યા 28 લખવામાં આવી છે, જ્યારે ટીએમસીમાંથી બળવો કરનાર 20 સાંસદોની ગેર-માન્યતા પ્રાપ્ત એનસીપીઆઈ નામની પાર્ટીને સ્પીકરે મંજૂરી આપી નથી અને તેમની અયોગ્યતાની અરજી પણ પેન્ડિંગ છે, છતાં તેઓને બેઠકમાં કેમ બોલાવાયા? નિયમોમાં 91માં સંશોધન બાદ કોઈ જુદા જૂથને સામેલ કરવાનો કોઈ નિયમ જ નથી, તો પછી સંસદીય કાર્યમંત્રીએ 20 બળવાખોર સાંસદોને કયા કારણોસર બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. આના વિરોધમાં વિપક્ષે બેઠકનો બહિષ્કાર કર્યો છે.









