India

રેલવેમાં મુસાફરી કરતા પહેલા એલર્ટ... 1 ઓક્ટોબરથી ટિકિટ ચેકિંગનો નવો નિયમ લાગુ, પાલન નહીં કરો તો મુશ્કેલી

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય રેલવે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવશે. તહેવારોમાં ભીડને લીધે, મુસાફરોએ હવે ટિકિટ સાથે અસલ ઓળખપત્ર રાખવું ફરજિયાત છે. પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો માન્ય ગણાશે. જો ઓળખપત્ર ન હોય તો યાત્રા રદ થઈ શકે છે અથવા દંડ થઈ શકે છે. ગ્રુપમાં ઓછામાં ઓછા એક વ્યક્તિ પાસે અસલ ID હોવું જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેમાં મુસાફરી કરતા પહેલા એલર્ટ... 1 ઓક્ટોબરથી ટિકિટ ચેકિંગનો નવો નિયમ લાગુ, પાલન નહીં કરો તો મુશ્કેલી

Indian Railways Ticket Checking Rules : ટ્રેનમાં નિયમિત કે અવારનવાર મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે દ્વારા મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે હવે ટિકિટ ચેકિંગને લઈને કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે. મુસાફરી દરમિયાન મુસાફરો પાસે ટિકિટની સાથે અસલ ઓળખપત્ર (Original Photo ID) હોવું ફરજિયાત રહેશે, અન્યથા રેલવે દ્વારા મુસાફરી રદ કરવામાં આવી શકે છે અથવા દંડ ફટકારવામાં આવી શકે છે.

તહેવારોની સીઝનમાં વિશેષ ચેકિંગ અભિયાન

રેલવે દ્વારા આ સ્પેશિયલ ટિકિટ ચેકિંગ અભિયાન 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી એટલે કે આખો મહિનો ચલાવવામાં આવશે. તહેવારો દરમિયાન મુસાફરોની ભીડ વધતી હોવાથી ખાસ કરીને જે ક્વોટામાં ચોક્કસ ડિસ્કાઉન્ટ કે રિઝર્વેશન મળે છે, તેના પર વિશેષ નજર રાખવામાં આવશે. તહેવારોમાં ઘણા લોકો ખોટા ક્વોટા હેઠળ ટિકિટ બુક કરાવી લેતા હોવાથી આ પગલું લેવાયું છે.

ગ્રુપ અને ઈ-ટિકિટ મુસાફરો માટે અસલ ઓળખપત્રના નિયમો

જો આખો પરિવાર કે કોઈ ગ્રુપ એકસાથે મુસાફરી કરી રહ્યું હોય, તો તે જૂથમાંથી ઓછામાં ઓછા એક મુસાફર પાસે ઓરિજિનલ ફોટો આઈડી હોવું અનિવાર્ય છે. ખાસ કરીને ઈ-ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો પૈકી કોઈ એક વ્યક્તિ સાથે મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોની ઓળખ સાબિત કરવા અસલ આઈડી બતાવી શકે છે. જો ગ્રુપમાં કોઈની પાસે પણ અસલ ઓળખપત્ર નહીં હોય, તો તમામ મુસાફરોને માન્ય ટિકિટ વગરના એટલે કે વિધાઉટ ટિકિટ ગણવામાં આવશે.

માન્ય ઓળખપત્રોની યાદી અને દંડની જોગવાઈ

રેલવેના નિયમો અનુસાર મુસાફરી દરમિયાન નીચે મુજબના દસ્તાવેજો માન્ય ગણાશે:

  • પાસપોર્ટ
  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્ટુડન્ટ આઈડી કાર્ડ
  • કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા સિરિયલ નંબર સાથે જારી કરાયેલું ફોટો ઓળખપત્ર
  • ફોટો સાથેની બેંક પાસબુક
  • બેંક દ્વારા જારી કરાયેલ ફોટો સાથેનું ક્રેડિટ કાર્ડ

આમાંથી કોઈપણ એક અસલ ઓળખપત્ર સાથે હશે તો જ મુસાફરી માન્ય ગણાશે. જો કોઈ પુરાવો રજૂ નહીં કરી શકાય તો મુસાફરી રદ થઈ શકે છે અથવા વગર ટિકિટે મુસાફરી કરવા બદલ રેલવે દ્વારા નિયમ મુજબ પેનલ્ટી વસૂલવામાં આવશે.