Get The App

વિધાનસભામાં પોલ ખુલી! અમદાવાદમાં કેન્દ્રના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક પણ નવા કામ મંજૂર ન થયા

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
વિધાનસભામાં પોલ ખુલી! અમદાવાદમાં કેન્દ્રના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક પણ નવા કામ મંજૂર ન થયા 1 - image


Ahmedabad Smart City Mission: અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ગાણાં વારે-તહેવારે ગવાતા હોય છે. ત્યારે ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ હેઠળ છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં કોઈ નવા કામ મંજૂર કરાયા નથી. વિધાનસભામાં ચાલતી પ્રશ્નોારી દરમિયાન ખુદ રાજ્ય સરકારના મંત્રીએ આ જવાબ આપ્યો છે.

સ્માર્ટ પાર્કિંગ સહિતના બે આયોજન પણ અધૂરા

ગુજરાત વિધાનસભાની પ્રશ્નોારીમાં અમદાવાદના વિકાસની પોલ ખોલતી બાબત સામે આવી છે. જમાલપુર-ખાડિયાના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં ભારત સરકારના સ્માર્ટ સિટી સિટી મિશન પ્રોજેક્ટ હેઠળના કોઈ નવા કામ બે વર્ષમાં મંજૂર કરવામાં આવ્યા નથી. જોકે સામાપક્ષે એવો દાવો કરાયો છે કે, આ મિશન હેઠળની સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિ. કંપની દ્વારા મ્યુનિ.ના ફંડમાંથી સ્માર્ટ પાર્કિંગ માટે 25 કરોડ રૂપિયા અને અર્બન ઓબ્ઝર્વેટરી માટે 6 કરોડ રૂપિયાના કામ મંજૂર કરાયા છે. અલબત, આ બંને કામ આજની સ્થિતિએ અનુક્રમે 51.44 ટકા અને 9 ટકા પૂર્ણ થયા છે. એટલે કે બંને આયોજન હજી અઘૂરા છે.