India

બંગાળમાં TMC બાદ હવે કોંગ્રેસમાં ડખાં ! બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી, પોલીસ કાફલો દોડ્યો

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના માલદામાં ચૂંટણી પછી પણ કોંગ્રેસનો આંતરિક ખટરાગ ચાલુ છે. રવિવારે ચંચલ વિસ્તારમાં પાર્ટી કાર્યાલય પર કબજાને લઈ જિલ્લા પ્રમુખની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરો અને બળવાખોર જૂથ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. લાકડીઓ ઉછળી, જેમાં બંને જૂથના કાર્યકરો ઘાયલ થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળમાં TMC બાદ હવે કોંગ્રેસમાં ડખાં ! બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી, પોલીસ કાફલો દોડ્યો

West Bengal Congress Internal Clash : પશ્ચિમ બંગાળના માલદામાં ચૂંટણી પૂરી થયા પછી, પણ કોંગ્રેસનો આંતરિક ખટરાગ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે ચંચલ વિસ્તારમાં પાર્ટી કાર્યાલય પર કબજો મેળવવાને લઈને જિલ્લા પ્રમુખ સહિત ટોચના નેતૃત્વની હાજરીમાં જ ,કોંગ્રેસના કાર્યકરો અને બળવાખોર જૂથ વચ્ચે ઉગ્ર દલીલો અને ઝપાઝપી થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, પાર્ટી ઓફિસ પર કબજો મેળવવાને લઈને કોંગ્રેસના સભ્યો અને બળવાખોર જૂથ વચ્ચે તીખી ચર્ચા, અને મારામારી થયા બાદ, વિવાદ વધ્યો હતો. બેઠક પૂરી થયા પછી, ઈશા ખાન અને મૌસમ નૂર પાર્ટીના કાર્યકરો સાથે ઓફિસે પહોંચ્યા હતા.

લાકડીઓ ઉછળી અને કાર્યકરો ઘાયલ થયા

જ્યારે કોંગ્રેસ પાર્ટીના કેટલાક સભ્યો ઓફિસમાં પ્રવેશીને ફુગ્ગા ફોડી રહ્યા હતા, ત્યારે બળવાખોર જૂથના કાર્યકરો પણ ત્યાં હાજર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે વિવાદ શરૂ થયો હતો. વાત એટલી વધી ગઈ કે, બળવાખોર કાર્યકરોએ લાકડીઓ લહેરાવી હતી, અને બંને જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ ગઈ હતી. આ અથડામણમાં બળવાખોર જૂથના એક કાર્યકરના નાક પર ઈજા થઈ હોવાની માહિતી મળી છે, અને કોંગ્રેસ પાર્ટીના પણ એક સભ્ય ઘાયલ થયા છે.

પોલીસ અને કેન્દ્રીય દળો ઘટનાસ્થળે પહોંચ્યા

આ હિંસક ઘટનાની જાણ થતાં જ ચંચલ પોલીસ સ્ટેશનની પોલીસ અને કેન્દ્રીય દળોની એક મોટી ટીમ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને મામલો શાંત પાડ્યો હતો.